સલમાન ખાનના બોડીગાર્ડે વિક્કી કૌશલને માર્યો ધક્કો ! શોકિંગ વીડિયો વાયરલ થયા બાદ કેટરીનાના પતિ માટે ચાહકો દુખી…જુઓ

સલમાન ખાને બતાવ્યો વિક્કી કૌશલને એટિટયૂડ ! બોડીગાર્ડે માર્યો ધક્કો, ચાહકોને આવી ગયો ગુસ્સો, બોલ્યા- સામાન્ય માણસની જેમ સાઇડ કરી દીધો

Salman’s Security Pushes Vicky Kaushal : સલમાન ખાન બોલિવુડના દબંગ સ્ટાર છે. માત્ર ભારતમાં જ નહિ પણ પણ વિદેશમાં પણ તેના ચાહકો છે. સલમાન ખાનનું સ્ટારડમ એવું છે કે તેની સામે મોટા સ્ટાર્સ ઝાંખા પડી જાય છે. આ દિવસોમાં સલમાન IIFA 2023 માટે અબુ ધાબીમાં છે. રાજકુમાર, અભિષેક બચ્ચન, વિક્કી કૌશલ અને ફરાહ ખાન સહિત અનેક સ્ટાર્સ IIFA 2023 માટે પહોંચી ગયા છે. ત્યારે આ વચ્ચે હાલમાં અબુધાબીથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને વિક્કીના ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે.

વાસ્તવમાં, વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે સલમાને તેની એક્સ ગર્લફ્રેન્ડ એટલે કે કેટરિના કૈફના પતિ વિક્કી કૌશલ સામે એટિટ્યુડ બતાવ્યો અને તેના બોડીગાર્ડે તેને ધક્કો પણ માર્યો. સલમાન ખાન અને વિક્કી કૌશલનો આ વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. જ્યાં વિક્કી અને કેટરીનાના ચાહકોને ભાઈજાનનું આ વલણ પસંદ ન આવ્યું. ત્યાં કેટલાક લોકો સલમાનના બોડીગાર્ડને શિષ્ટાચાર શીખવાની વાત કરી રહ્યા છે.

જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં વિક્કી તેના એક ફેન સાથે સેલ્ફી લેતો જોવા મળે છે. પરંતુ આ દરમિયાન સલમાન પોતાના બોડીગાર્ડ સાથે એન્ટ્રી લે છે. સલમાન ધીમે ધીમે નજીક આવે છે અને તેના બોડીગાર્ડ બધાને બાજુ પર રાખે છે. આ દરમિયાન ભાઈજાનનો એક બોડીગાર્ડ વિક્કી કૌશલને ધક્કો પણ મારે છે. આ પછી સલમાન જેવો જ વિક્કી પાસે આવે છે, ત્યારે વિક્કી તેની સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વિક્કી તેને કંઇ કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ સલમાન તેની વાત અધૂરી છોડીને આગળ વધી જાય છે. વીડિયો જોઈને લોકોનું કહેવું છે કે વિક્કી કૌશલ પ્રત્યે સલમાનનું વર્તન બિલકુલ સારું નથી. વિક્કી કૌશલ પણ સેલિબ્રિટી છે તો સલમાન ખાનના બોડીગાર્ડ્સે તેની સાથે સામાન્ય માણસ જેવો વ્યવહાર કેમ કર્યો ? એક યુઝરે લખ્યું, ‘આ વિક્કી કૌશલ છે, તો તેને કેમ સાઈડલાઈન કરવામાં આવ્યો, બંને એકબીજાને મળી શક્યા હોત.’

અન્ય યુઝરે લખ્યું- ‘બંને ગુસ્સામાં દેખાઈ રહ્યા છે. વિક્કી શું કહી રહ્યો હતો તેના જવાબમાં સલમાને કંઈ કહ્યું નહીં. અન્ય એક યુઝરે લખ્યું- ‘સલમાને વિક્કી પ્રત્યે જે વલણ બતાવ્યું, તે સારું નથી.’ આ બધાની વચ્ચે આ મામલે વિક્કી કૌશલનું નિવેદન સામે આવ્યું છે. વિક્કીએ કહ્યું, ‘ક્યારેક વસ્તુઓ ઘણી વધી જાય છે. અહીં વસ્તુઓને લઇને બેકાર વાતો થઇ રહી છે અને વસ્તુ એવી નહોતી જેવી વીડિયોમાં દેખાઇ રહી છે.

આ નકામી વાતો પર વાત કરવાનો કોઈ અર્થ નથી. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો તેના સમાચાર સલમાન ખાન સુધી પહોંચી ગયા. પછી શું, જ્યાં ભાઈજાને આઈફાના ગ્રીન કાર્પેટ પર વિક્કીને નજરઅંદાજ કર્યો હતો. ત્યાં દબંગ ખાન વિક્કી પાસે ગયો અને તેને ગળે લગાવ્યો. જણાવી દઇએ કે, વિક્કી કૌશલ આ વખતે આઈફા 2023 હોસ્ટ કરવા જઈ રહ્યો છે. સાથે જ આ ઈવેન્ટને વધુ ખાસ બનાવવા માટે અભિષેક બચ્ચન પણ તેની સાથે આવશે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina