આશિષ વિદ્યાર્થીની બીજા લગ્ન બાદ છલકાયુ પહેલી પત્નીનું દુખ! કોણ છે આશીષ વિદ્યાર્થીની પહેલી પત્ની ?

પતિના બીજા લગ્ન બાદ આશિષ વિદ્યાર્થીની પહેલી પત્નીની પોસ્ટ વાયરલ, જેવી રીતે તૂટી વિખેરાઇ ગયુ એક પળમાં બધુ

Ashish Vidyarthi’s ex-wife on second marriage : ટીવી અને ફિલ્મોના જાણિતા એક્ટર આશીષ વિદ્યાર્થીએ તાજેતરમાં જ લગભગ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે, જેના વિશે જાણીને દરેક આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. આ લગ્નની કેટલીક તસવીરો પણ સામે આવી હતી અને આ સમાચાર લોકો વચ્ચે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા. એક તરફ, જીંદગી આશિષ વિદ્યાર્થીના જીવનમાં એક નવી શરૂઆતની યોજના બનાવી રહી છે,

જ્યારે બીજી તરફ આશિષ વિદ્યાર્થીની પહેલી પત્ની રાજોશી બરુઆ ઉર્ફે પીલુ વિદ્યાર્થી તેના જીવનમાં ઉતાર-ચઢાવ સાથે સંઘર્ષ કરતી જોવા મળે છે. આશિષની પહેલી પત્ની રાજોશીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ક્રિપ્ટિક પોસ્ટ્સ પોસ્ટ કરી છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે આ સમાચારોથી તૂટી ગઈ છે અને હવે તે પોતાને સંભાળવાની કોશિશ કરી રહી છે. જણાવી દઈએ કે આશિષ વિદ્યાર્થિએ રૂપાલી બરુહા સાથે લગ્ન કર્યા,

જે કોલકાતાના ફેશન બિઝનેસ સાથે સંકળાયેલી છે. ગુરુવારે કોલકાતા ક્લબમાં થયેલા આ ખાનગી લગ્નની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી, જેને જોઈને લોકો ચોંકી ગયા હતા. આ પહેલા નેશનલ એવોર્ડ વિનર આશિષ વિદ્યાર્થિએ ભૂતકાળની અભિનેત્રી શકુંતલા બરુઆની પુત્રી રાજોશી બરુઆ સાથે લગ્ન કર્યા હતા. એવું લાગે છે કે પીલુ વિદ્યાર્થી એટલે કે રાજોશી બરુઆ આ સમયે ઘણી ઉથલ-પાથલમાંથી પસાર થઈ રહી છે.

રાજોશીએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક ક્રિપ્ટિક પોસ્ટ્સ પોસ્ટ કરી છે, જેને જોઈને લોકો એવું અનુભવી રહ્યા છે કે તે હાલમાં એવા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે જેને લઈને તે ખૂબ જ ચિંતિત છે. રાજોશીએ 17 કલાકની અંદર બે ક્રિપ્ટિક પોસ્ટ કરી. આ પોસ્ટમાં તેણે એક વ્યક્તિ તરફ ઈશારો કરીને લખ્યું છે કે જેને તે પહેલા તેના માટે યોગ્ય માનતી હતી. રાજોશીએ લખ્યું, ‘યોગ્ય વ્યક્તિ તમને તે પ્રશ્ન પૂછશે નહીં કે તમે તેમના માટે શું કહેવા માગો છો.

તે આ ત્યારે જ કરશે જ્યારે તેને ખબર હશે કે તે તમને નુકસાન પહોંચાડશે. આ યાદ રાખો.’ રાજોશીએ બીજી એક પોસ્ટ કરી છે જેમાં તે કોઈ પણ બાબત વિશે વધુ પડતું વિચારવાના કારણોને દૂર કરીને તેના જીવનમાં શાંતિ શોધવાની વાત કરે છે. તેણે કહ્યું, ‘કદાચ વધારે વિચારવું અને શંકા હમણાં માટે મગજમાંથી નીકળી ગઈ છે. સ્પષ્ટતાએ મૂંઝવણનું સ્થાન લઇ લીધું હશે. શાંતિ અને ધૈર્ય તમારા જીવનને ભરી દે. તમે લાંબા સમયથી મજબૂત છો અને હવે આશીર્વાદ લેવાનો સમય છે. કારણ કે તમે તેને લાયક છો.

રાજોશીએ ઇન્સ્ટાગ્રામ વોલ પર એક પોસ્ટ પણ પોસ્ટ કરી, જેમાં તે હસતી જોવા મળી રહી છે. તેણે લખ્યું કે, ‘જીવનના કોયડામાં ફસાશો નહીં, આ જ જીવન છે.’ જો કે રાજોશીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર લોકો તેને અનેક પ્રકારના સવાલો પૂછી રહ્યા છે. લોકો પૂછે છે કે શું તેણે છૂટાછેડા લીધા છે ? જણાવી દઇએ કે, આશિષ અને રાજોશીનો 23 વર્ષનો પુત્ર અર્થ વિદ્યાર્થી છે. આશિષની બીજી પત્ની ગુવાહાટીની રહેવાસી છે અને બિઝનેસવુમન છે. તે કોલકાતામાં અપસ્કેલ ફેશન સ્ટોર ચલાવે છે.

Shah Jina