લગ્ન વગર જ માં બનવા જઇ રહેલી આ અભિનેત્રીએ શેર કરી બાથરૂમ તસવીરો, બતાવ્યો આવડો મોટો બેબી બંપ

બચ્ચાના પપ્પા કોણ હશે? સાઉથની સંસ્કારી ફેમસ હિરોઈન કુંવારી જ બનશે માં, જુઓ ફોટાઓ

Ileana D’Cruz Baby Bump: ‘બર્ફી’, ‘રુસ્તમ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝ આ દિવસોમાં પ્રેગ્નેંસી પીરિયડને એન્જોય કરી રહી છે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલા આ ખુશખબર ચાહકો સાથે શેર કરી હતી. આ વર્ષે એપ્રિલમાં પોતાની પ્રેગ્નેંસીના સમાચાર શેર કરનાર ઇલિયાના ડીક્રુઝે ફરી એકવાર બેબી બમ્પની કેટલીક નવી તસવીરો શેર કરી છે.

બેબી બંપ ફ્લોન્ટ કરતી વખતે ઇલિયાનાએ બે મિરર સેલ્ફી લીધી હતી અને તેને ઇન્સ્ટા સ્ટોરી પર શેર કરી. આ તસવીરોમાં ઇલિયાનાના ચહેરા પર પ્રેગ્નેન્સી ગ્લો અને ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ તસવીરોમાં ઇલિયાનાએ પોતાના બેબી બમ્પને અલગ-અલગ એંગલથી બતાવવાનો પ્રયાસ કર્યો છે. ઇલિયાનાએ તેના બેબી બમ્પની આ તસવીરો અરીસાની સામે લીધી હતી.

જો કે ઇલિયાનાએ હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે કોની સાથે રિલેશનશિપમાં છે. એક્ટ્રેસની મિરર સેલ્ફીમાં તેની સ્ટાઈલની સાથે તેનો પ્રેગ્નેન્સી ગ્લો પણ સ્પષ્ટ દેખાય છે. અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. એક ફોટામાં તે ફ્રન્ટ પોઝ આપે છે, જ્યારે બીજામાં સાઇડ પોઝ આપે છે.

ઇલિયાના ડીક્રુઝની નવી બેબી બમ્પ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઇ. મિરર સેલ્ફી પહેલા અભિનેત્રીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે કારમાં મુસાફરી કરી રહી હતી અને આ દરમિયાન તેણે તેનું પેટ બતાવ્યું હતું. આ પહેલા પણ તે કેટલીક બેબી બંપની ઝલક શેર કરી ચૂકી છે.

8 એપ્રિલ 2023ના રોજ ઇલિયાનાએ તેની પ્રેગ્નેંસીના સમાચાર શેર કર્યા હતા અને આ દરમિયાન તેણે બે સુંદર તસવીરો શેર કરી હતી. જણાવી દઇએ કે, ઇલિયાના લાંબા સમયથી એન્ડ્રુ નીબોનને ડેટ કરી રહી હતી, પરંતુ વર્ષ 2019માં તેઓનું બ્રેકઅપ થઇ ગયું હતું. આ પછી કેટલાક અહેવાલો દ્વારા એવું જણાવાયુ કે ઇલિયાના કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે.

જો કે, આ વાત પર ક્યારેય અભિનેત્રીએ કશું કહ્યુ નથી. પરંતુ કેટરીના કૈફની માલદીવ વેકેશનની તસવીરોમાં ઇલિયાના પણ જોવા મળી હતી. કહેવાય છે કે કરણ જોહરે પણ ‘કોફી વિથ કરણ સીઝન 7’ના એક એપિસોડમાં ઇલિયાનાના સંબંધની પુષ્ટિ કરી હતી.

Shah Jina