અભિનેત્રી સારા અલી ખાનની કાર તેને લેવા ના આવી તો દોડીને રિક્ષામાં બેસીને પહોંચી ગઈ ઘરે, સાદગીએ જીતી લીધા દિલ, વાયરલ થયો વીડિયો

લાખો, કરોડોની કાર છોડીને નવાબ સૈફ અલી ખાનની લાડલી સારા અલી ખાન નીકળી રીક્ષામાં ઘરે જવા, વીડિયો થયો વાયરલ

Sara Ali Khan takes Auto Ride : બોલીવુડના સેલેબ્સ હંમેશા તેમની લક્ઝુરિયસ લાઈફના કારણે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ ઘણીવાર સેલેબ્સ કેટલાક એવા કામ પણ કરે છે જેના કારણે તેમની સાદગી લોકોના દિલ જીતી લેતી હોય છે. ત્યારે હાલ અભિનેત્રી સારા અલી ખાનની એવી જ સાદગીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળે છે.

આ વીડિયોમાં તે નિયોન પિંક ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે. પેપરાજીએ સારાનો આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં સારા કહે છે, ‘અરે ગાડી ન આવી.’ પછી પેપરાજીએ પૂછ્યું, ‘તમને મુંબઈમાં ઓટો રિક્ષાની સવારી કેવી લાગી’. તેના પર તે કહે છે, ‘મેં ઘણી વખત મુંબઈની ઓટો રિક્ષામાં મુસાફરી કરી છે. આજે મારી કાર સમયસર ન આવી.”

સારા અલી ખાનનો આ વીડિયો જોયા બાદ યુઝર્સે તેના જોરદાર વખાણ કર્યા હતા. કેટલાકે કહ્યું કે તે ખૂબ જ સિમ્પલ છે તો કેટલાકે કહ્યું કે સારા અન્ય સ્ટાર્સથી બિલકુલ અલગ છે. તે આજના યુવા કલાકારોમાં સૌથી હોશિયાર છે. એક યુઝરે તો એમ પણ કહ્યું કે તે ખૂબ જ ડાઉન ટુ અર્થ અભિનેત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અન્ય એક વીડિયોમાં સારા અલી ખાન ઓટોમાંથી નીચે ઉતરતી જોવા મળી રહી છે. તે ઘરની બહાર ઓટોમાંથી નીચે ઉતરે છે અને પૈસા ચૂકવ્યા વગર તેના ઘરે જાય છે. ડ્રાઈવર મોબાઈલમાં સેલ્ફી લેવાનું શરૂ કરે છે અને સારા ડ્રાઈવર સેલ્ફી લે ત્યાં સુધી રાહ પણ જોતી નથી. સારાનો આ વીડિયો ઈન્ટરનેટ પર પણ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સારા અલી ખાનનો આ વીડિયો જોઈને યુઝર્સ ઓટો ડ્રાઈવરના પૈસાની ચિંતામાં છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં પૂછ્યું, “ઓટોવાલાને પૈસા કોણ આપશે?” અન્ય એક યુઝરે કહ્યું કે ન તો ડ્રાઈવરને પૈસા આપ્યા અને ન તો સેલ્ફી લેવા દીધી. જ્યાં ચાહકો સારાની ઓટો રાઈડને પસંદ કરી રહ્યા છે, ત્યારે કેટલાક યુઝર્સ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે.

Niraj Patel