IPLની ચાલુ મેચમાં જ ધોનીની સેનાએ એમ્પાયરને ઘેરી લીધા, 4 મિનિટ સુધી મેચ બંધ રહી, શું ધોની અને એમ્પાયર વચ્ચે થઇ હતી માથાકૂટ ? જાણો સમગ્ર મામલો

આખરે ધોનીએ શા કારણે રોકવી દીધી હતી 4 મિનિટ માટે ગુજરાત સામેની મેચ ? CSKના ખેલાડીઓએ પણ એમ્પાયરને ઘેરી લીધા હતા, જાણો કારણ

MS Dhoni Controversy : IPL હવે તેના છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. ગઈકાલે ક્વોલિફાયર 1ના મુકાબલામાં મુંબઈની ટીમે લખનઉને હરાવીને ક્વોલિફાયર 2માં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે, ત્યારે ધોનીની ટીમ CSKએ ગુજરાતને હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી છે. આવતી કાલે એટલે કે 26 મેના રોજ ગુજરાત અને મુંબઈ વચ્ચે ક્વોલિફાયર 2નો મુકાબલો યોજાશે અને જે જીતશે તે ફાઇનલમાં CSK સામે ટકરાશે.

ત્યારે આઇપીએલની મેચ દરમિયાન ઘણીવાર એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને દર્શકો પણ હેરાન રહી જતા હોય છે. ચેન્નાઇ અને ગગુજરાત વચ્ચેની મેચમાં પણ એક એવો જ નજારો જોવા મળ્યો હતો. જેની ચર્ચા હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ થઇ રહી છે. જયારે લાઈવ મેચમાં જ ધોનીની ટીમ એમ્પ્યારને ઘેરીને ઉભી રહી ગઈ ત્યારે દર્શકોને સમજમાં નહોતું આવતું કે શું થઇ રહ્યું છે ?

આ મેચમાં ડેથ ઓવર દરમિયાન એક સમય એવો આવ્યો જ્યારે ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કોઈ કારણસર મેચ રોકી દીધી. ધોની સહિત ચેન્નાઈ સુપર કિંગ્સના કેટલાક ખેલાડીઓ એમ્પાયર સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન લગભગ ચાર મિનિટ સુધી મેચ રોકવામાં આવી હતી. તેનું કારણ ચેન્નાઈનો ફાસ્ટ બોલર મથિશા પાથિરાના હતો.

આ સમગ્ર ઘટના ગુજરાતની ઇનિંગની 16મી ઓવરમાં બની હતી. ગુજરાત ટાઇટન્સનો સ્કોર 15 ઓવર બાદ છ વિકેટે 102 રન હતો. ટીમને આગામી પાંચ ઓવરમાં 71 રનની જરૂર હતી. વિજય શંકર અને રાશિદ ખાન ક્રિઝ પર હતા. આવી સ્થિતિમાં ધોનીએ તેની ડેથ ઓવરના સર્વશ્રેષ્ઠ બોલર મતિશા પથિરાનાને પરત લાવ્યો. પરંતુ પછી સ્ક્વેર લેગ અમ્પાયરે પથિરાનાને કંઈક કહ્યું. આ જોઈને ધોની ત્યાં પહોંચી ગયો. આ પછી ચેન્નાઈના અન્ય ખેલાડીઓ પણ ત્યાં આવ્યા હતા.

ધોની લગભગ ચાર મિનિટ સુધી એમ્પાયર સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ પછી મેચ ફરી શરૂ થઇ અને પથિરાનાએ 16મી ઓવરમાં બોલિંગ કરી. વાસ્તવમાં, 16મી ઓવર પહેલા પથિરાના થોડા સમય માટે મેદાનની બહાર ગયો હતો. જ્યારે તે મેદાન પર પાછો ફર્યો ત્યારે રમતના નિયમો અનુસાર તેણે બોલિંગ કરતા પહેલા થોડો સમય મેદાનમાં વિતાવવો પડ્યો. પથિરાનાએ તે સમય પસાર કર્યો ન હતો. આવી સ્થિતિમાં, જ્યારે ધોનીએ 16મી ઓવરમાં પથિરાનાને બોલ સોંપવાનો નિર્ણય કર્યો, ત્યારે અમ્પાયરે તેને આમ કરતા રોક્યો.

Niraj Patel