આ ગુજરાતણે ફરીવાર વગાડ્યો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના નામનો ડંકો, 10 લાખના આઉટફિટમાં નજર આવીને લૂંટી લીધી લાઇમ લાઈટ, જુઓ તસવીરો

ગુજરાતી ફિલ્મોની આ અભિનેત્રી સતત બીજા વર્ષે પહોંચી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં, ગુજરાતી ફિલ્મોનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કરીને ગુજરાતને અપાવ્યું ગૌરવ, જુઓ તસવીરો અને વીડિયો

Komal Thacker on Cannes Festival : ફ્રાન્સમાં આયોજિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આ સમયે ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય તહેવાર 16 મેના રોજ ફ્રેન્ચ રિવેરા ખાતે શરૂ થયો હતો, જે 27 મે 2023ના રોજ સમાપ્ત થશે. દુનિયાભરમાંથી લોકો અહીં પોતાની ફેશનને ચમકાવવા પહોંચે છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચવું એ મોટાભાગના સેલેબ્સનું સપનું હોય છે.

ત્યારે આ ફિલ્મ ફેસ્ટિવલમાં અત્યાર સુધી બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓ પોતાની સુંદરતાનો જલવો વિખેરી ચુકી છે અને પોતાના આકર્ષક પોશાકથી સૌને પ્રભાવિત પણ કર્યા છે. ત્યારે હાલમાં જ એક ગુજરાતી અભિનેત્રીએ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ચમક ધમક બતાવીને લાઇમ લાઈટ લૂંટી લીધી હતી.

આ ગુજરાતી અભિનેત્રી છે કોમલ ઠક્કર, જેનો સતત બીજા વર્ષે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દબદબો જોવા મળ્યો હતો. ગયા વર્ષે પણ કોમલે પોતાની સુંદરતા અને પોતાની સ્ટાઇલથી લોકોને દીવાના બનાવી દીધા હતા. ત્યારે આ વર્ષે પણ કોમલનો એક અનોખો અંદાજ જોઈને ચાહકો પણ ડાંગ રહી ગયા હતા.

આ વર્ષે કોમલે કાન્સ ફેસ્ટિવલમાં અનોખો આઉટફિટ પહેરીને લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. તેને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “રેડ કાર્પેટ પર ગ્રેસ કરવા માટે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી હું એકમાત્ર અભિનેત્રી છું. હું મારા દેશ, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને વૈશ્વિક ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ ગૌરવ અનુભવું છું.”

પોતાના ગાઉન વિશે વાત કરતા કોમલે આગળ કહ્યું કે, “રેડ કાર્પેટ પર જે ગાઉન પહેર્યું હતું તે ઈસ્તંબુલ તુર્કીના ફૌદ સરકીસે ડિઝાઈન કર્યું છે. જ્યારે મારા ઓર્નામેન્ટસ લંડનની મોના ફાઈન જલેવરી દ્વારા બનાવાવમાં આવ્યા છે. મારો અલગ લૂક ભારતીય ડિઝાઈનર નિકેતા ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કાન્સ વિશ્વભરના મહત્વાકાંક્ષી અભિનેતાઓ, અભિનેત્રીઓ અને ફિલ્મ નિર્માતાઓ માટે પ્રેરણારુપ છે.”

બહુ ઓછા લોકો જાણે છે કે કોમલ મૂળ બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી હતી. તેને સપનામાં પણ નહૉતુ વિચાર્યું કે તે અભિનયના ક્ષેત્રમાં આગળ વધશે અને ચેક કાન્સ સુધી પણ પોતાના નામનો ડંકો વગાડશે. કોમલે વર્ષ 2004માં “મિસ કચ્છ”નો ખિતાબ પોતાના નામ કર્યો અને વર્ષ 2011માં “હૈયાના હેત જન્મો જનમના”માં સપોર્ટિંગ કલાકાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં ઝમ્પલાવ્યું.


જેના બાદ “મહીસાગરના સોગંદ”, “સહિયરની ચૂંદડી”, “ભડનો દીકરો”, “રજવાડી બાપુને રંગ છે”, “રઘુવંશી”, “મારા ટોડલે બેઠો મોર કાં બોલે”, “સાવજ” સહિતની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા એક આગવું નામ બનાવી લીધું છે.

Niraj Patel