50થી પણ વધુ ફિલ્મો, નાટકો અને ધારાવાહિકોમાં કામ કરનારી આ ગુજરાતી અભિનેત્રીએ 19 વર્ષની ઉંમરમાં જ અભિનયથી જીત્યો હતો રાષ્ટ્રીય એવોર્ડ, જાણો તેના જીવ વિશેની અવનવી વાતો

ગુજરાતી ફિલ્મની વધુ એક ઉભરતી અભિનેત્રી જેને એવોર્ડ વિનિંગ ફિલ્મ ઉપરાંત હિટ ફિલ્મોમાં અભિનયની છાપ છોડી, જાણો કોણ છે આ રાઇઝિંગ સ્ટાર ?

Gujarati Actress Tarjanee Bhadla Biography, Age & Movies: આજે જમાનો ગુજરાતી ફિલ્મનો છે અને ઘણી બધી એવી ગુજરાતી ફિલ્મો આવી ગઈ છે જેને બોક્સ ઓફિસ પરથી સારી એવી કમાણી કરવાની સાથે સાથે દર્શકોના દિલ પણ જીતી લીધા  છે. ત્યારે આ સાથે જ ઘણા ગુજરાતી કલાકારોએ પણ ચાહકોમાં આગવું નામ બનાવ્યું છે અને પોતાના અભિનયથી ચાહકોના દિલ પણ જીતી લીધા છે.

આજે અમે તમને એક એવી જ ગુજરાતી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના પોતાના અભિનયના દમ પર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આગવું નામ બનાવ્યું છે અને ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયનો જલવો પણ વિખેરી દીધો છે. આ અભિનેત્રીનું નામ છે તર્જની ભાડલા.

તર્જનીનો જન્મ 1998માં થયો હતો, તેને આર્કીટેકનો અભ્યાસ કર્યો છે પરંતુ તેને બાળપણથી જ અભિનયનો શોખ હતો. બાળપણમાં જ તેને અભિનયમાં બાળકલાકાર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું અને આજે તેને 50થી પણ વધારે નાટકો, ધારાવાહિક અને ફિલ્મોમાં કામ કરીને પોતાની એક ખાસ ઓળખ પણ બનાવી લીધી છે.

તર્જનીએ પોતાનું સ્કૂલી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ફૂલ ટાઈમ અભિનેત્રી બનવાનું નક્કી કર્યું અને વર્ષ 2017માં આવેલી નેટફ્લિક્સની ફિલ્મ “શુભ આરંભ”માં કામ કર્યું. આ ફિલ્મમાં  અભિનેતા ભરત ચાવડા, હર્ષ છાયા, અભિનેત્રી દીક્ષા જોશી, પ્રાચી શાહ જેવા ઘણા બધા ખ્યાતનામ કલાકારોએ કામ કર્યું હતું. તર્જનીએ આ ફિલ્મમાં મુખ્ય અભિનેતાના બહેનનો કિરદાર નિભાવ્યો હતો.

જેના બાદ તર્જનીએ 19 વર્ષની ઉંમરમાં જ વર્ષ 2019માં આવેલી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ “હેલ્લારો”માં પણ કામ કર્યું. આ ફિલ્મમાં તે ગૌરીના પાત્રમાં નજર આવી હતી. આ ફિલ્મે દર્શકોના પણ દિલ જીતી લીધા હતા. આ ફિલ્મને 66માં ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફીચર ફિલ્મ અને ખાસ જ્યુરી એવોર્ડ પણ મળ્યો હતો.

“હેલ્લારો” બાદ બીજા જ વર્ષે એટલે કે વર્ષ 2020માં આવેલી ફિલ્મ રોમકોમ ફિલ્મ “લવની લવ સ્ટોરી” પણ તર્જનીએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં અભિનેતા પ્રતીક ગાંધી, અભિનેત્રી દીક્ષા જોશી, શ્રદ્ધા ડાંગર, વ્યોમા નંદી જેવા કલાકારો હતા. આ ફિલ્મમાં પણ તર્જનીના અભિનયની ખુબ જ પ્રસંશા થઇ હતી.

ગુજરાતી સિનેમા ઇતિહાસમાં એક અલગ પ્રકારની અને સૌથી મોંઘી બનેલી અને વર્ષ 2022માં જેને ધૂમ મચાવી હતી એ ફિલ્મ “રાડો”માં પણ તર્જનીએ લીડ રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મને પણ લોકોએ ખુબ જ વખાણી હતી, જેમાં મુખ્ય અભિનેતા યશ સોની ઉપરાંત, હિતેન કુમાર, હિતુ કનોડિયા જેવા ઘણા કલાકારો જોવા મળ્યા હતા.

વર્ષ 2022માં જ આવેલી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે”માં પણ તર્જનીને પોતાના અભિનયની છાપ છોડી હતી. આ ફિલ્મમાં યશ સોની મુખ્ય ભૂમિકામાં હતો, તર્જનીએ યશની બહેનનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ કેમિયો રોલ કર્યો છે.

આ ઉપરાંત તર્જની આવનારી બે ફિલ્મોમાં પણ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવા જઈ રહી છે. જેમાં મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવીની ફિલ્મ “3 એક્કા” અને યશ સોનીની ફિલ્મ “ડેની જીગર”નો સમાવેશ થાય છે. તર્જનીએ આ ઉપરાંત ઘણા બધા નાટકો અને ધારાવાહિકો તેમજ આલ્બમ સોન્ગમાં પણ કામ કર્યું છે.

તર્જની એક અભિનેત્રી હોવાની સાથે સાથે એક સુંદર ડાન્સર પણ છે. તર્જનીને કથક, ભરતનાટ્યમ, ગરબા, સમકાલીન નૃત્યુમાં પણ નિપુણ છે, તે સખહત મહેનતુ અને પોતાના કામ પ્રત્યે વફાદાર છે. જેની ઝલક તેના અભિનયમાં પણ છલકતી જોવા મળે છે. આ સાથે તે ફેશન આઇકોન પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Tarjanee Bhadla (@tarjanee_official)

Niraj Patel