ગરીબોના મસીહા બની ચૂકેલા ખજુરભાઈની થનાર ધર્મપત્નીએ એવા શાનદાર અંદાજમાં કરી નીતિનભાઈને બર્થ ડે વિશ કે શબ્દો વાંચીને તમે પણ દીવાના થઇ જશો, જુઓ

નીતિન જાનીની મંગેતર મીનાક્ષી દવેએ ખુબ જ ખાસ અંદાજમાં આપી જન્મ દિવસની શુભકામના, તસ્વીર અને પોસ્ટ થઇ વાયરલ, જુઓ

Meenakshi wishes Khajurbhai on his birthday : નીતિન જાની આજે આખા ગુજરાતનું એક જાણીતું નામ બની ગયા છે, તેમને ભલે તેમાં કોમેડી વીડિયો દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હોય, પરંતુ તૌકતે વાવાઝોડા બાદ તેમને જે લોકો સેવાની નેમ ઉઠાવી તે આજે પણ અવિરત ચાલી રહી છે અને આજે તેઓ ગરીબોના મસીહા બની ચુક્યા છે.

ગુજરાતના દરેક ઘરમાં આજે નીતિન જાનીનું નામ ખુબ જ આદર સાથે લેવામાં આવે છે. ત્યારે ઘણા લોકો આજે તેમને ભગવાન તરીકે પણ પુંજે છે. આજે નીતિન જાનીના ચાહકો માટે એક ખાસ દિવસ છે કારણ કે આજે ખજુરભાઈનો જન્મ દિવસ છે, જેને લઈને તેમના ચાહકો આજે તમેને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

નીતિન જાનીની સગાઇ થોડા મહિનાઓ પહેલા જ થઇ હતી, સગાઈ બાદ તેમની મંગેતર મીનાક્ષી દવે પણ ચાહકોની પસંદ બની ગઈ છે અને તેમના સોશિયલ મીડિયાને પણ અનુસરે છે. ત્યારે મીનાક્ષી પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ઉપરાંત ખજુરભાઈ સાથેની તસવીરો પણ શેર કરે છે, જેને ચાહકો ખુબ જ પસંદ પણ કરે છે.

ત્યારે આજે ખજુભાઈનો જન્મ દિવસ હોવાના કારણે મીનાક્ષીએ પણ એક ખુબ જ ખાસ પોસ્ટ કરી છે. મીનાક્ષીએ નીતિન જાની સાથે હાથમાં હાથ પકડીને પોઝ આપતી એક ખુબ જ પ્રેમાળ તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં બંનેનો પ્રેમ જોવા મળી રહ્યો છે, સાથે જ મીનાક્ષીએ એક ખુબ જ સરસ મજાનું કેપશન પણ અપાયું છે.

મીનાક્ષીએ લખ્યું છે, “જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના મારા પ્રેમ, ભગવાન તમને આશીર્વાદ આપે. આપણે સાથે વિતાવેલ દરેક ક્ષણ માટે હું આભારી છું. હું ખૂબ નસીબદાર છું કે જીવનસાથી તરીકે તમે મને મળ્યા. તમે મારા આનંદના સ્ત્રોત છો, મારા વિશ્વનું કેન્દ્ર છો. આવનારા વર્ષો આશીર્વાદથી ભરેલા રહે. લવ યુ”

 

View this post on Instagram

 

A post shared by Rx meenakshi dave (@meenakshi_dave_)

ત્યારે હવે મીનાક્ષી દ્વારા પોસ્ટ કરવામાં આવેલી નીતિન ભાઈના જન્મ દિવસ માટેની શુભકામનાઓ પોસ્ટ પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. ચાહકો આ તસવીર પર ઢગલાબંધ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે અને સાથે જ ખજુરભાઈને જન્મ દિવસની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel