15 વર્ષ બાદ તૂટ્યા લગ્ન, પતિ સાથે છૂટાછેડા લઇ રહી છે આ અભિનેત્રી, 11 વર્ષની દીકરીની છે માં

BAD NEWS: વધુ એક મોટી સેલિબ્રિટીનું ઘર ભાંગી ગયું, 15 વર્ષ પછી લફરાંને લીધે છુટા પડ્યા છે, જાણો સમગ્ર મામલો

Barkha Bisht divorce with Indraneil Sengupta : ‘કિતની મસ્ત હૈ જિંદગી’ શોથી નાના પડદા પર દસ્તક દેનારી અભિનેત્રી બરખા બિષ્ટ (Barkha Bisht) જાણિતુ નામ છે. બરખાએ ઘણી સીરિયલ્સમાં કામ કર્યુ છે. શો ‘પ્યાર કે દો નામ એક રાધા, એક શ્યામ’ બરખાની મુલાકાત ઈન્દ્રનીલ સેનગુપ્તા (Indraneil Sengupta) સાથે થઈ હતી. ઈન્દ્રનીલ પણ ટેલિવિઝન જગતનો જાણિતો એક્ટર છે.

નાના પડદાની સાથે ઈન્દ્રનીલે ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો છે. ઈન્દ્રનીલ અને બરખાની પહેલી મુલાકાત વર્ષ 2006માં ‘પ્યાર કે દો નામ એક રાધા, એક શ્યામ’ના સેટ પર થઈ હતી. આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા અને ઈન્દ્રનીલે બરખાને તેના જન્મદિવસે પ્રપોઝ કર્યું. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 1 માર્ચ 2008ના રોજ લગ્ન કર્યા હતા.

આ લગ્નથી કપલને એક પુત્રી પણ છે, જેનું નામ મીરા સેનગુપ્તા છે. ત્યારે હવે લગ્નના 15 વર્ષ બાદ બરખા અને ઇન્દ્રનીલના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી આ સમાચાર હેડલાઇન્સમાં હતા અને હવે આના પર અભિનેત્રીએ પોતાનું મૌન તોડ્યું છે અને પતિથી અલગ થવાની પુષ્ટિ કરી છે. બરખા બિષ્ટે તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે ઈન્દ્રનીલને જલ્દી છૂટાછેડા (Divorce) આપવા જઈ રહી છે.

એટલું જ નહીં, બરખાએ એ પણ જણાવ્યું કે આ તેના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો. અભિનેત્રીએ કહ્યુ કે, ‘અમારા છૂટાછેડા ટૂંક સમયમાં થવાના છે. આ મારા જીવનના સૌથી મુશ્કેલ નિર્ણયોમાંનો એક છે. જો કે, બરખાએ અલગ થવાનું કારણ જણાવ્યું નથી. બરખા બિષ્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ સમયે તેની પુત્રી તેની પ્રથમ પ્રાથમિકતા છે. અભિનેત્રીએ કહ્યું, ‘હું સિંગલ મધર છું અને મીરા મારી પ્રાથમિકતા છે.

વર્કફ્રન્ટ પર વાત કરુ તો, હું OTT સ્પેસમાં રસપ્રદ પ્રોજેક્ટ્સ કરી રહી છું. હું ટીવી અને ફિલ્મોમાં સારા પ્રોજેક્ટ માટે પણ તૈયાર છું. આ પહેલા છૂટાછેડાના સમાચાર પર પોતાનું મૌન તોડતા ઈન્દ્રનીલે કહ્યું હતું કે, ‘વ્યક્તિગત રીતે, હું ફક્ત મારા વિશે જ વાત કરી શકું છું. હું પ્રયાસ કરું છું અને સિદ્ધાંતનું પાલન કરું છું કે મારું કામ જાહેર વપરાશ માટે છે, પરંતુ મારા અંગત જીવન માટે નથી.’ અભિનેતાએ સ્પષ્ટ કર્યું હતું કે તેના અંગત જીવન વિશેની અફવાઓ તેને પરેશાન કરે છે.

Shah Jina