નેહા કક્કરને આ શું થઇ ગયું ? શા કારણે વ્હીલચેર પર આવી નજર ? ડોકટરો પણ તપાસ કરતા મળ્યા જોવા

વ્હીલચેર પર જોવા મળી નેહા કક્કર, ચાહકો બોલ્યા, “આ શું થઇ ગયું ?” ચાહકોનો જીવ ચોંટ્યો તાળવે, જુઓ વીડિયો

Neha Kakkar On Wheelchair : બોલીવુડ (bollywood) ના કલાકારોની જેમ ગાયકો (singer) પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બોલીવુડના ઘણા એવા ગાયકો છે જેમને પોતાની પ્રતિભાનો ડંકો દુનિયાભરમાં વગાડ્યો છે અને પોતાની મહેનતથી વિશ્વમાં તેમનું આગવું નામ પણ બનાવ્યું છે. ત્યારે એવી જ એક ગાયિકા છે નેહા કક્કર (neha kakkar) . નેહાનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ છે અને ચાહકો પણ તેને ભરપૂર પ્રેમ આપતા જોવા મળે છે.

નેહાનો સુરીલો અવાજ અને તેના ગીતો પણ તેના ચાહકો વચ્ચે હંમેશા છવાયેલા રહેતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેણે નેહાના ચાહકોની ચિંતામાં વધારો કરી દીધો છે. આ વીડિયોમાં નેહા કક્કર વ્હીલચેર પર જોવા મળી રહી છે. આ ઉપરાંત નેહા કક્કરની સાથે તેનો પતિ અને સિંગર રોહનપ્રીત સિંહ પણ જોવા મળી રહ્યો છે. નેહા કક્કરના આ વીડિયો પર ચાહકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

શનિવારે કલર્સ ટીવીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં નેહા કક્કર વ્હીલચેર પર બેઠેલી જોવા મળી રહી છે. નેહાની સાથે તેનો પતિ રોહનપ્રીત સિંહ પણ પરેશાન જોવા મળે છે, રોહન સાથે ઘટનાસ્થળે હાજર ભીડને હટાવતો જોવા મળે છે. વિડિયો જોતા જ તમે જોશો કે નેહા ખૂબ જ પરેશાન અને બેચેન દેખાઈ રહી છે અને ડોક્ટરોની ટીમ નેહાનું બીપી ચેક કરતા જોવા મળી રહ્યા છે.

જો કે, વીડિયોને સંપૂર્ણ જોયા પછી, તમને ખબર પડશે કે નેહા કક્કરનો આ વીડિયો એક પ્રૅન્ક વીડિયો છે, જે તેણે કોમેડી ટીવી શો એન્ટરટેઈનમેન્ટ કા હાઉસફુલ માટે કર્યો છે. સોશિયલ મીડિયા પર નેહા કક્કડનો આ ફની વીડિયો જોઈને ફેન્સ પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી રહ્યા છે. નેહા કક્કડના આ વીડિયો પર તમામ યુઝર્સ પોતાની અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

Niraj Patel