આખરે ખુલી ગઇ યૂટયૂબર અરમાન મલિકની પોલ; જુઠ્ઠા છે બે લગ્ન, બનાવી રહ્યો છે બેવકૂફ – જાણો કોને આવો ધડાકો કર્યો

‘અરમાન મલિકના બંને લગ્ન નકલી છે, દુનિયાને મુર્ખ બનાવી રહ્યો છે’ આ વ્યક્તિએ કર્યો મોટો ધડાકો, જાણો વિગત

Vivek Chaudhary claims Armaans two marriages is fake : અરમાન મલિક (Armaan Malik) યુટ્યુબની દુનિયામાં એક મોટું નામ છે. અરમાન તેની બે પત્નીઓ પાયલ મલિક (Payal Malik) અને કૃતિકા મલિકને (Kritika Malik) કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં યૂટયૂબરની (YouTuber) ખુશી સાતમા આસમાને છે.

અરમાન ત્રીજી વખત પિતા બન્યો છે. તેની પહેલી પત્ની પાયલ મલિકે હાલમાં જ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જણાવી દઈએ કે પાયલ પહેલાથી જ એક પુત્ર ચિરાયુ મલિકની માતા છે અને તે હવે ફરી એકવાર એક પુત્ર અને એક પુત્રીની માતા બની છે.

પાયલની ડિલીવરીના થોડા દિવસો પહેલા અરમાનની બીજી પત્ની કૃતિકાએ પણ એક પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારે આ વચ્ચે અન્ય એક પ્રખ્યાત યુટ્યુબરે અરમાન મલિક વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ પ્રખ્યાત યૂટયૂબર બીજુ કોઇ નહિ પણ વિવેક ચૌધરી (Vivek Chaudhary) છે. અરમાનની જેમ વિવેક ચૌધરી પણ યુટ્યુબની દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. વિવેક તેની પત્ની ખુશી પંજાબન સાથે મળીને વ્લોગ બનાવે છે.

જો કે હાલમાં તેની અને અરમાન વચ્ચે ખૂબ જ તણાવ જોવા મળી રહ્યો છે. બંને યુટ્યુબર્સ એકબીજા પર આકરા પ્રહારો કરતા જોવા મળે છે. આ દરમિયાન વિવેક ચૌધરીએ અરમાન મલિકનું નામ લીધા વગર તેના બે લગ્નો પર સવાલ ઉઠાવ્યા છે. વિવેક ચૌધરીનો એક વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે યુટ્યુબર અરમાન મલિકનું નામ લીધા વગર તેના પર નિશાન સાધતો જોવા મળી રહ્યો છે.

અનેક વીડિયોને એકસાથે મર્જ કરીને વિવેક ચૌધરીએ કહ્યું, ‘મને સાચો કે ખોટો ના જણાવો, દુનિયાને તમારા બે લગ્નનું સત્ય જણાવો.’ વિવેકના કહેવા પ્રમાણે, અરમાન મલિક માત્ર ફેમસ થવા અને દુનિયાને બેવકૂફ બનાવવા માટે બે લગ્નનો ઢોંગ કરી રહ્યો છે. આ સિવાય વિવેક ચૌધરીએ અરમાન મલિક પર ઘણા આરોપો લગાવ્યા છે. વિવેકનું કહેવું છે કે તે અરમાનને સારી રીતે જાણે છે અને તેની સાથે જોડાયેલી દરેક વાત જાણે છે. તેણે ફેમસ થવા માટે તેના માતા-પિતાને પણ છોડી દીધા, માત્ર નામ કમાવવા માટે બે લગ્ન કરવાનો ડોળ પણ કર્યો.

વાસ્તવમાં આ ઝઘડો ત્યારે શરૂ થયો જ્યારે વિવેક ચૌધરી અને ખુશી પંજાબન લખન રાવત અને નીતુ બિષ્ટ સાથે વીડિયો બનાવતા હતા. જો કે, ટૂંક સમયમાં જ બંનેએ સાથે વીડિયો બનાવવાનું બંધ કરી દીધું હતું. આટલું જ નહીં બંને નીતુની સગાઈમાં પણ ગયા હતા પરંતુ લગ્નમાં હાજરી આપવા આવ્યા ન હતા. અરમાન મલિકે તેના વ્લોગમાં આ મુદ્દાને લગતી બાબતો ઉઠાવી હતી. ત્યારથી, બે યુટ્યુબર્સ વચ્ચે ભીષણ યુદ્ધ છે.

Shah Jina