શું મલ્હાર ઠાકર જશે અમેરિકા ? તેની આવી રહેલી ફિલ્મ “શુભ યાત્રા”નું પોસ્ટર થયું રિલીઝ, ચાહકોમાં જાગ્યો અનેરો ઉત્સાહ, જુઓ ફિલ્મ વિશેની એક નાની ઝલક

નયનતારા અને વિગ્નેશ શિવનના રાઉડી પિક્ચર્સ હેઠળ બનેલી મલ્હાર ઠાકરની ફિલ્મ “શુભ યાત્રા”માં શું જોવા મળશે ખાસ ? ફિલ્મનું પોસ્ટર થયું રિલીઝ

છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતી ફિલ્મોની દશા અને દિશા બંને બદલાઈ છે અને આજના દર્શકોનેર પણ ગુજરાતી ફિલ્મોમાં ખાસો રસ પણ જન્મવા લાગ્યો છે. કેટલાક ગુજરાતી કલાકારો એવા પણ છે જેમને ખુબ જ મોટું ફેન ફોલોઇંગ પણ બનાવી લીધું છે. એવો જ એક અભિનેતા છે મલ્હાર ઠાકર. જેની એક ઝલક જોવા માટે પણ ચાહકો આતુર બનતા હોય છે.

મલ્હારની ફિલ્મો થિયેટરમાં આવતાની સાથે જ છવાઈ જતી હોય છે. ત્યારે તે હાલમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. મલ્હારની આવનારી ફિલ્મ “શુભ યાત્રા” પણ ખુબ જ ચર્ચામાં છે. ત્યારે આજે આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેના બાદ આ ફિલ્મને લઈને દર્શકો પણ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

આ ફિલ્મ “રાઉડી પિક્ચર્સ”ના બેનર હેઠળ બની છે. રાઉડી પિક્ચર્સ સાઉથની ફિલ્મોનું નિર્માણ કરનાર એક નામચીન પ્રોડક્શન હાઉસ છે. જે નયનતારા અને વિગ્નેશ શિવનની માલિકી હેઠળ છે. આ ઉપરાંત ફિલ્મનું નિર્દેશન પણ એવોર્ડ વિનિંગ ડાયરેકર મનીષ સૈની કરી રહ્યા છે. જેમને તેમની ગુજરાતી ફિલ્મ “ઢ” માટે રાષ્ટ્રીય એવોર્ડ મળી ચુક્યો છે.

આ ફિલ્મમાં લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર ઉપરાંત ખુબ જ સુંદર અભિનેત્રી મોનલ ગજ્જર પણ જોવા મળવાની છે. આ ઉપરાંત ફિલ્મમાં અભિનેતા હિતુ કનોડિયા, દર્શન ઝરીવાલા, સુનિલ વિસરાની, ચેતન દૈયા જેવા ખ્યાતનામ કલાકારો પણ આ ફિલ્મની શોભા વધારતા જોવા મળશે.

ફિલ્મની વાર્તા વિશે જો વાત કરીએ તો આ ફિલ્મમાં એક દેવાથી ડૂબી ગયેલા એકાઉન્ટન્ટ અને તેના મિત્ર વિશેની કહાની છે. જે વિદેશમાં સારી કમાણી કરવા માટે પોતાનું ગામ છોડવાનું નક્કી કરે છે અને જલ્દી ડોલર કમાઈને દેવામાંથી છુટકારો મેળવવા માંગે છે. પરંતુ વિદેશ જવું પણ તેમના માટે એટલું સહેલું નથી હોતું.

વિઝા લેવા માટે તે આડા  તેડા કામ કરે છે અને પછી વધુ મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે. આ બધામાં તે એટલા ઊંડા ઉતરી આવે છે કે છેક મુશ્કેલીઓના કિનારે આવીને ઉભા રહે છે. ત્યારે હવે આ બધામાંથી તે કેવી રીતે બહાર નીકળી શકશે તો તે ફિલ્મ જોયા બાદ જ જાણી શકાય તેમ છે. કેટલીકવાર નૈતિકતા જ આપણને જીવન માં એક માત્ર સાચો માર્ગ દેખાડે છે. એ વાત પણ ફિલ્મમાં તમને જોવા મળશે.

આ ફિલ્મમાં ડાયલોગ મનીષ સૈની અને જય ભટ્ટ દ્વારા લખવામાં આવ્યા છે. ત્યારે હવે દર્શકો પણ ફિલ્મની આતુરતાથી રાહ જોવા લાગ્યા છે. ટૂંક સમયમાં જ હવે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થવાનું છે. સૌ પ્રથમવાર ગુજરાતી ફિલ્મ બનાવી રહેલા રાવડી પિક્ચર અને મનીષ સૈની અને અમૃતા પરાંડે દ્વારા સ્થાપિત અમદાવાદ ફિલ્મ્સ દ્વારા આ ફિલ્મ સહ નિર્મિત છે. આ ફિલ્મ 28 એપ્રિલના રોજથી દર્શકો સિનેમાઘરોમાં માણી શકશે.

Niraj Patel