જાહ્નવી કપૂરે બોયફ્રેન્ડ સાથે તિરુપતિ બાલાજીના કર્યા દર્શન, જન્મદિવસ પર વિશ કરતા લખ્યુ- હેપ્પી બર્થ ડે શિખુ
બોલિવૂડ એક્ટ્રેસ અને ધડક ગર્લ જાહ્નવી કપૂર આ દિવસોમાં તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે ફરીથી રિલેશનશિપમાં હોવાને લઈને ઘણી ચર્ચામાં છે, આ પહેલા એવા રીપોર્ટ હતા કે જાહ્નવીનું પહેલા શિખર સાથે બ્રેકઅપ થયુ હતુ, પણ હાલમાં ઘણા દિવસોથી બંનેને એકસાથે ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે. તાજેતરમાં અભિનેત્રી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.
આ સાથે બંનેએ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીના દર્શન કર્યા હતા અને તે દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. ન્યૂઝ એજન્સી ANIના એક વીડિયોમાં જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા મંદિરની અંદર એકસાથે જોઈ શકાય છે. આ બંને સિવાય જાહ્નવીની બહેન ખુશી કપૂર પણ જોવા મળી રહી છે. વીડિયોમાં જાહ્નવી-શિખર ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહ્યાં છે. જ્યાં જાહ્નવી પિંક અને લાઇટ ગ્રીન લહેંગા સાડીમાં જોવા મળી રહી છે. તો શિખર સફેદ ધોતી અને લાલ ખેસમાં જોવા મળે છે.
આ બંને સિવાય જાહ્નવીની બહેન ખુશી લાલ અને લીલા રંગની લહેંગા સાડી પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે બીજા પણ અન્ય લોકો સાઉથ ઈન્ડિયન આઉટફિટ્સમાં જોવા મળી શકે છે. જાહ્નવી-શિખરે તિરુપતિ મંદિરની મુલાકાત લઇદ દર્શન કર્યા અને પછી ઘૂંટણિયે પડીને બાલાજીના આશીર્વાદ લીધા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર જાહ્નવી-શિખરની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ હવે તેમના અફેરની અટકળો નેટીઝન્સમાં તેજ થઈ ગઈ છે.
આ સાથે હાલમાં જ જાહ્નવીએ તેના કથિત બોયફ્રેન્ડના જન્મદિવસ પર ઇન્સ્ટા સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતુ, “હેપ્પી બર્થ ડે શિખુ.” આ તસવીરમાં મીડી ડ્રેસમાં અને શિખરનો હાથ પકડી બેક સાઇડમાં પોઝ આપતી જોવા મળી હતી. જણાવી દઈએ કે આ પહેલા શિખર ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના લોન્ચ ઈવેન્ટમાં જાહ્નવી સાથે જોવા મળ્યો હતો. શિખર જાહ્નવી કપૂરના પિતા અને ફિલ્મ નિર્માતા બોની કપૂર સાથે પોઝ આપતો પણ જોવા મળ્યો હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી કપૂર આ દિવસોમાં ‘NTR 30’ માટે શૂટિંગ કરી રહી છે. સુપરસ્ટાર એનટીઆરએ પોતે આ અંગે માહિતી આપી હતી. આ ફિલ્મથી જાહ્નવી સાઉથ ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, જાહ્નવીની માતા અને અભિનેત્રી શ્રીદેવીએ હિન્દીની સાથે સાથે સાઉથ સિનેમામાં પણ ઘણું નામ કમાવ્યું હતું અને હવે તેની મોટી દીકરી પણ તેના પગલે ચાલી રહી છે.
View this post on Instagram
વર્ષ 2018માં ઈશાન ખટ્ટર સાથે કરિયરની શરૂઆત કરનાર જાહ્નવી ઘણીવાર તેની ફેશનને લઈને પણ ચર્ચામાં રહે છે. વર્ષ 2023માં જાહ્નવી કપૂર ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે. તે વરુણ ધવન સાથે ‘બવાલ’, રાજકુમાર રાવ સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં કામ કરી રહી છે. જાહ્નવીના રૂમર્ડ બોયફ્રેન્ડની વાત કરીએ તો, શિખર પહાડિયા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે.
View this post on Instagram
જાહ્નવી અને તે ઘણા વર્ષો પહેલા એકબીજાને ડેટ પણ કરી ચૂક્યા છે પણ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતુ. આ પછી અભિનેત્રીનું નામ ઈશાન ખટ્ટર સાથે જોડાયું પણ હતું. જો કે, તેમનો સંબંધ લાંબો ના ચાલ્યો. હવે ફરી એકવાર જાહ્નવી અને શિખરના રિલેશનશિપની ચર્ચાએ જોર પકડ્યુ છે.
#WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji Temple, Tirumala. pic.twitter.com/nYxZq7NA2A
— ANI (@ANI) April 3, 2023