“બૈરું ગયું પિયર…”થી આખા ગુજરાતમાં પોતાનું આગવું નામ ધરાવનારા લોકપ્રિય ગુજરાતી ગાયક રાકેશ બારોટના ઘરમાં ગુંજી કિલકારી, જુઓ દીકરો આવ્યો કે દીકરી ?

રાકેશ બારોટ બન્યા પિતા, ઘરમાં ગુંજી કિલકારી, તસવીરો શેર કરીને બતાવી જ દીધો ચહેરો, ક્યુટનેસ જોઈને તમે પણ આફરીન થઇ જશો..

ગુજરાતની ધરતી પર ઘણા બધા ગાયકો થઇ ગયા છે અને ઘણા ગાયકો એવા પણ છે જેમણે દેશ વિદેશમાં પોતાનું આગવું નામ બનાવી લીધું છે. ઘણા ગાયકોએ પોતાના સુરીલા અવાજથી લાખો લોકોના હૈયા પર પણ રાજ કર્યું છે. ત્યારે ચાહકો પણ તેમના ગીતો અને તેમના અંગત જીવન વિશે જાણવા ખુબ જ ઉત્સાહિત રહેતા હોય છે.

એવા જ એક લોકપ્રિય ગુજરાતી ગાયક છે રાકેશ બારોટ. જેમનું “બૈરું ગયું પિયર અને ઘરમાં પડ્યું બિયર” ગીત તો ગુજરાતીઓના મોઢે રમતું હોય છે. ત્યારે રાકેશ બારોટ તેમના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના ગીતોની અપડેટ સાથે સાથે પોતાના અંગત જીવન વિશેની વાતો પણ શેર કરતા હોય છે.

હાલમાં જ રાકેશ બારોટના ઘરમાં એક ખુશી આવી છે, જેની જાહેરાત પણ તેમણે પોતાના સોશિયલ મીડિયા દ્વારા કરી છે. રાકેશ બારોટ પિતા બન્યા છે અને તેમના ઘરે એક દીકરાનો જન્મ થયો છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે અને તે પણ વાયરલ થઇ રહી છે.

રાકેશ બારોટે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર 2 તસવીરો શહેર કરી છે. જેની સાથે તેમણે કેપશનમાં લખ્યું છે કે, “કુળદેવીની કૃપાથી આજ મારા ઘરે દિકરાનો જન્મ થયો છે !” આ બંને તસવીરોમાં રાકેશ બારોટના કુળદીપકની ક્યુટનેસ જોવા મળી રહી છે. જેના પર તેમના ચાહકો ઉપરાંત સેલેબ્સ પણ પ્રેમ વરસાવી રહ્યા છે.

ઘણા ચાહકો ઉપરાંત કિંજલ દવે, સોનુ ચારણ જેવા સેલેબ્રિટીઓ પણ કોન્ગ્રેચ્યુલેશન લખીને કોમેન્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત ગાયિકા રિદ્ધિ વ્યાસ પણ રાકેશ બારોટના દીકરાને જોવા માટે પહોંચી હતી અને તેને પણ તેના ઇન્સ્ટાગ્રામ પણ રાકેશ બારોટના ક્યૂટ દીકરા સાથેની તસવીરો શેર કરી છે.

આ તસવીરો શેર કરવાની સાથે રિદ્ધિ વ્યાસે કેપશનમાં લખ્યું છે, “આજે મારા મોટા ભાઈ શ્રી રાકેશભાઈ બારોટના ઘરે શ્રી ચામુંડા માતાજી તથા વહાણવટી માતાજીની અસીમ કૃપાથી દેવ સ્વરૂપ દીકરાનો જન્મ થયેલ છે ” તેના પર પણ ઘણા બધા ચાહકો કોમેન્ટ કરીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Niraj Patel