કચ્છી કોયલ ગીતાબેન રબારીએ શેર કરી પરંપરાગત લુકમાં એવી ધાંસુ તસવીરો કે તમે પણ પલક ઝપકાવ્યા વગર એકીટશે જોતા રહેશો

ગુજરાતીઓને પોતાના તાલ ઉપર ઝુમાવતા ગીતાબેન રબારીએ કરાવ્યુ એવું ફોટોશૂટ કે હિરોઇનો પણ પડી જાય ઝાંખી

ગુજરાતી સિંગરની જ્યારે વાત આવે ત્યારે કિંજલ દવે અને ગીતાબેન રબારીનું નામ તરત જ લોકોના મોં પર આવી જાય છે. ગીતાબેન રબારી આજે દરેક ગુજરાતીના મોઢા પર રમતું એક મોટું નામ છે. તેમના અવાજના પણ લાખો ગુજરાતીઓ દીવાના છે, અને તેમની કાર્યક્રમમાં પણ લાખો લોકોની જનમંદની ઉમટી પડતી હોય છે.

ગીતાબેન ખાલી ગુજરાતમાં કે દેશમાં જ નહિ પણ વિદેશમાં પણ કાર્યક્રમો કરે છે અને ત્યાં પણ તેઓ લોકોને પોતાના તાલે ઝુમાવી દે છે. ગીતાબેન રબારી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેઓ તેમની અવનવી તસવીરો શેર કરે છે અને તેમના કાર્યક્રમોની ઝલક પણ શેર કરે છે. તેમની દરેક પોસ્ટ પર ચાહકો ઘણો પ્રેમ પણ વરસાવે છે.

ત્યારે હાલમાં ગીતાબેન રબારીની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહ્યા છે. આ ફોટોશૂટ દરમિયાન ગીતાબેને ગ્રીન લહેંગા ચોલી પહેરી હતી અને આકર્ષક સોનાના આભૂષણ પણ પહેર્યા હતા. તેમનું ફોટોશૂટ કોઇ મહારાણીથી ઓછુ નહોતુ લાગી રહ્યુ. ગીતાબેને આ તસવીરો પોસ્ટ કરતાંની સાથે જ ચાહકોએ કમેન્ટનો વરસાદ કરી દીધો.

જણાવી દઈએ કે, ગીતાબેન રબારીને ગુજરાતની કચ્છી કોયલ તરીકે ઓળખવામાં આવે છે. તેમના વિદેશના કાર્યક્રમોમાં પ્રેક્ષકો તેમના પર ડોલરોનો વરસાદ પણ કરતા હોય છે. મૂળ કચ્છના અંજારના વતની ગીતાબેન રબારી છેલ્લા કેટલાક વર્ષથી અમદાવાદમાં રહે છે. તેમનું ઘર પણ કોઇ બોલિવુડ સેલિબ્રિટીથી કમ નથી.

તેમણે ઘણી નાની ઉંમરે એટલે કે 10 વર્ષની ઉંમરે ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી હતી અને તેમને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પોતાના હસ્તે ઇનામ પણ આપ્યુ હતુ. ગીતાબેન રબારીએ ગાયેલુ મધુર અવાજમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રમુગ્ધ બની ગયા હતા અને તેમને ઇનામ પણ આપ્યુ હતુ.

જો કે, તેમનું જીવન તો ત્યારે બદલાયું જ્યારે તેમનું રોણા શેરમા ગીત આવ્યુ. ત્યાર બાદથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયુ નથી. થોડા સમય પહેલા નવરાત્રીમાં તો સુરતીલાલાઓને ગીતાબેને ઝુમતા કરી દીધા હતા. સુરતમાં KDM ઝણકાર નવરાત્રીમાં આયોજકોએ ખુબ જ સુંદર વ્યવસ્થા કરી હતી અને ખેલૈયાઓને ઝુમાવવા માટે કચ્છી કોયલે કોઇ કસર નહોતી છોડી.

ગીતાબેનના અંગત જીવનની વાત કરીએ તો, તેમણે પૃથ્વી રબારી સાથે લગ્ન કર્યા છે. ઘણીવાર વિદેશના કાર્યક્રમોમાં ગીતાબેન તેમના ભરથાર સાથે જોવા મળે છે. આ સિવાય તેઓ વેકેશન પર હોય ત્યારે પણ તેમના ભરથાર સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરે છે. પૃથ્વી રબારી ગીતાબેનને હંમેશા સપોર્ટ કરતા જોવા મળે છે.

Shah Jina