ગીતાબેન રબારીનો ડાયરો બન્યો ઐતિહાસિક.. ઉડ્યા 1-2 નહિ પણ આટલા કરોડ રૂપિયા, નજારો જોઈને લોકો પણ રહી ગયા હક્કાબક્કા… જુઓ તસવીરો અને વીડિયો

કચ્છી કોયલના માથા પર ડાયરામાં ઉડાવ્યા લોકોએ ઢગલાબંધ રૂપિયા, કરોડો રૂપિયા વરસતા જોઈને ગીતાબેન પણ થયા અભિભૂત.. જાણો આટલા કરોડનું હવે શું કરશે ?

ગુજરાતની જનતા ડાયરા પ્રેમી છે અને ઠેર ઠેર ડાયરાની રમઝટ જામતી જોવા મળે છે. ઘણા બધા ગુજરાતી કલાકારો તેમના ચાહકોને ઝુમાવવામાં કોઈ કસર બાકી નથી રાખતા. ત્યારે ડાયરાની અંદર થતા રૂપિયાના વરસાદને પણ તમે જોયો હશે. ડાયરામાં લોકો લાખો રૂપિયા ઉડાવતા જોવા મળે છે.

થોડા દિવસ પહેલા જ ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના એક ડાયરાનો વીડિયો સામે આવ્યો હતો. તેમના ડાયરામાં સોના ચાંદીના સિક્કાનો વરસાદ થયો હતો. એવું પહેલીવાર બનાવ્યું હતું જયારે કોઈએ તેમના ડાયરામાં સોના ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો હતો. ત્યારે હાલ કચ્છી કોયલ ગીતાબેન રબારીના એક ડાયરાની ચર્ચા જોર શોરથી ચાલી રહી છે.

કચ્છી કોયલ ગીતાબેન રબારીનો આ ડાયરો યોજાયો હતો કચ્છના રાપરમાં. જ્યાં પાંજરાપોળના પશુઓના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરાના સુર રેલાવવા માટે ખાસ ગીતાબેન રબારીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ગીતાબેન રબારીએ પણ ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ત્યારે આ ડાયરામાં લોકોએ પણ મન મૂકીને તેમના પર નોટોનો વરસાદ કર્યો થયો. જોત જોતામાં તો ગીતાબેનની આપપાસ રૂપિયાનો ઢગલો ખડકાઈ ગયો હતો. આ ડાયરામાં લાખો નહિ પરંતુ કરોડો રૂપિયાનો વરસાદ થયો હતો. ડાયરામાં આવેલા લોકોએ ગીતાબેન પર કુલ 4.50 કરોડ રૂપિયાનો વરસાદ કર્યો હતો.

આ તમામ રકમ પાંજરાપોળના લાભાર્થ માટે વાપરવામાં આવશે. ત્યારે ડાયરામાં આટલી મોટી રકમનું દાન જોઈને ગૌશાળાના સંચાલકો પણ ખુશ ખુશાલ થઇ ગયા હતા. આ સમગ્ર ડાયરાનું આયોજન કચ્છી જૈન ઓસ્વાલ દ્વારા ગુરુકુળ રિંગ રોડ ખાતે કરવામાં આવ્યું હતું.  જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે હાલ ડાયરાની મોસમ ખીલી છે અને ઠેર ઠેર ઘણા બધા ડાયરાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગીતાબેન રબારી પણ ઘણી જગ્યાએ પોતાના સુરથી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરતા હોય છે. ગીતાબેન ગુજરાત જ નહિ પરંતુ દેશ અને દુનિયામાં પણ કાર્યક્રમો કરે છે અને મોટી સંખ્યામાં લોકો તેમને નિહાળવા પહોંચી જતા હોય છે.

Niraj Patel