આ મશહૂર સિંગરે પોતાની પત્નીના બનાવ્યા અશ્લીલ વીડિયો, પૈસા માટે બદલી નાગરિકતા- ભાઇએ લગાવ્યા ગંભીર આરોપ

તો શું અદનાન સામીએ પત્નીનો બનાવ્યો અશ્લીલ વીડિયો અને ડિગ્રી પણ નકલી ? ભાઇ જુનેદે આરોપ લગાવતા જાણો શું શું કહી દીધું

‘મુઝકો ભી તો લિફ્ટ કરા દે…’ ગીતથી ઘર-ઘરમાં જાણીતા બનેલા સિંગર અદનાન સામીએ જ્યારથી ભારતીય નાગરિકતા લીધી છે ત્યારથી તે વિવાદોમાં રહે છે. ત્યારે હવે તેના નાના ભાઈ જુનૈદ સામી ખાને તેની સોશિયલ મીડિયા પોસ્ટ પર સિંગર વિશે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને તેના પર ગંભીર આરોપ પણ લગાવ્યા છે. તેણે સ્પષ્ટ લખ્યું કે તેનો ભાઈ ખોટો છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે સામી પાસે નકલી ડિગ્રી છે અને તે જેલમાં પણ ગયો છે.

જો કે હવે તેણે જે પોસ્ટમાં આ દાવા કર્યા હતા તે પોસ્ટ ડીલીટ કરી દીધી છે. પોતાની પોસ્ટમાં સિંગરના ભાઈએ તેના કરિયરમાં મદદ ન કરવાનો આરોપ લગાવ્યો છે. જુનેદે લખ્યું, ‘ઈમરાન ખાન બનવાનો સમય આવી ગયો છે. હું મારા મોટા ભાઈ અદનાન સામી વિશે ઘણા સત્યો જાહેર કરવા જઈ રહ્યો છું. કારણ કે હું ઉપરવાળા સિવાય કોઈથી ડરતો નથી. મારે આ બધું નથી કરવું, પણ મારે કરવું પડશે, કારણ કે હવે સત્ય બહાર આવવું ખૂબ જ જરૂરી છે.

અદનાન તેની બીજી પત્ની સાથે

હું અદનાનને મારી આમાંની એક પણ વાતને ખોટી સાબિત કરવાનો પડકાર ફેંકું છું. જુનૈદે કહ્યું, ‘અદનાનનો જન્મ 15 ઓગસ્ટ, 1969ના રોજ રાવલપિંડીની એક હોસ્પિટલમાં થયો હતો. આ પછી મારો જન્મ પણ આ જ હોસ્પિટલમાં 1973માં થયો હતો, તેથી અદનાનનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો તે ખોટું છે. તે ઈંગ્લેન્ડમાં તેના ઓ-લેવલમાં નાપાસ થયો અને પછી લાહોરથી તેણે તેની ડિગ્રી મેળવી. આ પછી તેણે અબુ ધાબીથી ખાનગી રીતે એ-લેવલ કર્યું. વાયરલ પોસ્ટમાં જુનૈદે આગળ કહ્યું છે કે તેના ભાઈએ તેની કારકિર્દીમાં ક્યારેય તેની મદદ કરી નથી.

કારણ કે તેને ડર હતો કે હું તેના કરતા વધુ સારું કરી શકીશ અને તેનાથી તેની કારકિર્દી ખતમ થઈ શકે છે. હું ઘરે જ રહ્યો અને કંઈ કરી શક્યો નહીં, જેનું કારણ અદનાન હતો. અદનાનની ભારતીય નાગરિકતા વિશે અને તેણે ભારતીય નાગરિકતા કેમ લીધી તે વિશે પણ વાત કરી. તેણે કહ્યું કારણ કે અહીં (ભારત) સારા પૈસા મળે છે જે પાકિસ્તાનમાં ઉપલબ્ધ નથી. જુનૈદે તેની પોસ્ટમાં આગળ લખ્યુ- અદનાન સામીએ તેની બીજી પત્નીનો અશ્લીલ વીડિયો બનાવ્યો અને તેને દુનિયાને બતાવવા માટે કોર્ટમાં આપી દીધો.

તેણે લખ્યું, ‘આ વાત મને પરેશાન કરે છે. હું મારી ગર્લફ્રેન્ડ સાથે આવું ન કરી શકું. અદનાને તેની બીજી પત્ની સબા સાથે વર્ષ 2007-2008 વચ્ચે પોર્ન ડીવીડી બનાવી હતી. પતિ-પત્ની વચ્ચે ઘણું બધું થાય છે અને તે પોતાના સુધી જ રાખવું જોઈએ. અદનાને કોર્ટમાં દાવો કર્યો હતો કે આ વીડિયો તેણે નહીં પરંતુ સબાના બોયફ્રેન્ડે બનાવ્યો હતો અને તેની ડીવીડી પણ કોર્ટને આપી હતી, જેથી સમગ્ર ભારત તેને જોઈ શકે. આ બધી વાતો જુઠ્ઠી છે. જો કે, જુનૈદની આ લાંબી પહોળી પોસ્ટ જોતા જ વાયરલ થઈ ગઈ હતી અને હોબાળો મચી ગયો.

જો કે જુનૈદે થોડા સમય પછી આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. અદનાને એ વાત પણ જૂઠી કહી કે તેની માતા ઇન્ડિયન હતી. કેનેડામાં અદનાન પર એક રેડ પણ પડી હતી અને તે જેલમાં પણ ગયો હતો. પાકિસ્તાની પાસપોર્ટની સમયસીમા સમાપ્ત થયા બાદ અદનાને 2015માં ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. તેને 2016થી ભારતીય નાગરિકતા મળી હતી. લંડનમાં મોટા થયેલા અદનાન સામીના પિતા અરશદ સામી ખાન પાકિસ્તાની એરફોર્સમાં પાયલટ હતા. અદનાન ગાયક હોવાની સાથે સંગીતકાર, અને પિયાનોવાદક પણ છે. તે હિન્દી અને દક્ષિણ ફિલ્મો માટે ભારતીય અને પશ્ચિમી સંગીત કંપોઝ કરે છે. અદનાનને ભારત સરકાર તરફથી પદ્મશ્રી પણ મળ્યો છે.

Shah Jina