છેલ્લી ઓવરમાં ગુજરાતના બોલરને ઘૂંટણીએ પાડી દેનારા રીન્કુ સિંહે 5 બોલમાં 5 છગ્ગા મારીને રચી દીધો ઇતિહાસ, આ લિસ્ટમાં બીજા ખેલાડીઓ પણ છે સામેલ.. જુઓ

ગુજરાતના બોલરને ધોળા દિવસે રીન્કુ સિંહે બતાવ્યા તારા, તો રાશિદ ખાને પણ ગઈકાલની મેચમાં રચ્યો ઇતિહાસ… જુઓ વીડિયો

ગઈકાલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને કોલકાત્તા નાઈટ રાઇડર વચ્ચે એક જબરદસ્ત મુકાબલો જોવા મળ્યો. જેમાં છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી કેકેઆરની ટીમ સખત લડતી રહી અને અંતે વિજય મેળવી લીધો અને ગુજરાતને 3 વિકેટે હરાવી દીધું. થોડીવાર સુધી તો એમ જ લાગતું હતું કે ગુજરાત આ મેચ હવે જીતી જશે. પરંતુ રીન્કુ સિંહે આખી બાજી જ બદલી નાખી.

ત્રણ વર્ષ પહેલા રાહુલ તેવટિયાએ કંઈક એવું કર્યું હતું જેની ચર્ચા આજે પણ થાય છે. એક આઈપીએલના ઈતિહાસમાં રાહુલ તેવટિયાનું સ્થાન હંમેશ માટે રહેશે, પરંતુ આ સમયે તેવટિયાનું સ્થાન અન્ય એક ખેલાડીએ લઈ લીધું છે. જેનું નામ રિંકુ સિંહ છે. રિંકુ સિંહે એક જ ઓવરમાં સતત 5 સિક્સ મારીને ટીમને ગુજરાત ટાઇટન્સ સામે ઐતિહાસિક જીત અપાવી હતી.

2020માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા રાહુલ તેવટિયાએ ખરાબ શરૂઆત બાદ એક ઓવરમાં 5 સિક્સર ફટકારીને સનસનાટી મચાવી હતી. આ ઇનિંગે રાજસ્થાનને જીત અપાવી હતી. ત્યારે હાલ રાહુલ બાદ હવે રીન્કુ સિંહે પણ આ કારનામુ કરી બતાવ્યું અને તેણે ગુજરાત સામે એક જ ઓવરમાં 5 છગ્ગા મારીને ઇતિહાસ રચી દીધો.

આજ મેચમાં એક અન્ય ઇતિહાસ પણ રચાયો જે ગુજરાતની ટીમના સ્ટાર બોલર અને ગઈકાલની મેચના કપ્તાન રાશીદ ખાને રચ્યો. રાશિદે 17મી ઓવરના પહેલા 3 બોલમાં જ હેટ્રિક વિકેટ લીધી હતી. તેણે 3 બોલમાં ત્રણ બેટ્સમેનને આઉટ કર્યા હતા. રાશિદ ટી-20માં ચાર હેટ્રિક લેનારો પ્રથમ બોલર બન્યો છે.

રીન્કુ સિંહે ગુજરાતના બોલર યશ દયાલની બોલિંગમાં 5 છગ્ગા ફટકાર્યા હતા અને યશ દયાલને ધોળા દિવસે તારા બતાવી દીધા હતા. યશ દયાલે તેની ચાર ઓવરના સ્પેલમાં 69 રન આપીને આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો બોલર પણ બની ગયો છે. તેના માટે પણ આ દિવસ એક કારમી ઘટના સમાન બની ગયો છે.

Niraj Patel