ફેન સાથે ફોટો ક્લિક કરાવવામાં થઇ ગયુ મલાઇકા અરોરાનું મોટુ નુકશાન, ગુસ્સાથી લાલ થઇ ગઇ અભિનેત્રી…જુઓ વીડિયો

ટેરેન્સ લુઇસની પાર્ટીમાં મલાઇકાનું થયુ મોટુ નુકશાન ! વીડિયોમાં ગુસ્સામાં જોવા મળી અભિનેત્રી

બોલિવુડની ફિટનેસ આઇકોન અને ફેશન દીવા મલાઇકા અરોરા કોઇને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ક્યારેક તે તેના બિંદાસ અંદાજથી લોકોને દીવાના બનાવી દે છે તો ક્યારેક મલાઇકા તેના ઇન્ડિયન લુકથી ચાહકોને ઘાયલ કરી દે છે. પણ હાલમાં મલાઇકાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમે પણ પળવાર માટે સન્ન રહી જશો કારણ કે આ માત્ર મલાઇકા સાથે નહિ તમારા સાથે પણ થઇ શકે છે.

તો ચાલો જાણીએ આખરે મલાઇકા સાથે શું થયુ. મલાઇકા હાલમાં જ OH NO મોમેન્ટનો શિકાર થઇ ગઇ. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં મલાઇકાને ઇસ્ટર બ્રંચ માટે જતા જોઇ શકાય છે. આ સમયે મલાઇકાને અચાનક રેડ ટી શર્ટ પહેરેલ વ્યક્તિ રોકે છે અને આ દરમિયાન તેનો હાથ લાગતા મલાઇકાનો ફોન જમીન પર પછડાય છે. જો કે, તે જ વ્યક્તિ ફોન ઉઠાવીને મલાઇકાને આપે છે.

પરંતુ આવી રીતે અચાનક મોબાઇલ પડવાને કારણે મલાઇકા સન્ન રહી જાય છે. આ દરમિયાન ગનીમત એ રહી કે ફોન તૂટવાથી બચી ગયો. મોબાઈલ જમીન પર પડ્યા બાદ મલાઈકાએ એવી રીતે રિએક્ટ કર્યુ કે કદાચ તમે પણ આવી રીતે કરતા જ. જોકે, વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થયા બાદ લોકો ખૂબ જ ફની કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘આત્મા પોતે જ બહાર આવી ગઈ હશે’. તો બીજાએ લખ્યુ- ડિસ્પ્લે તૂટી કે શું.

જો કે, આ વીડિયોમાં મલાઈકાની પ્રતિક્રિયાએ ન માત્ર બધાનું ધ્યાન ખેંચ્યું, પણ હંમેશની જેમ મલાઈકાની સુંદરતા અને તેની સ્ટાઈલે પણ ઘણા લોકોને આકર્ષિત કર્યા. મલાઇકાના લુકની વાત કરીએ તો, આ દરમિયાન તેણે યલો આઉટફિટ પહેર્યો હતો અને તે ટેરેન્સ લુઇસના ઘરે ઇસ્ટર બ્રંચમાં હાજરી આપવા પહોંચી હતી. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા પણ અન્ય મોટા સેલેબ્સની જેમ સૌથી મોંઘો આઈફોન રાખે છે, જેની કિંમત લાખોમાં છે.

આવી સ્થિતિમાં મોબાઈલ પડી જાય તો નુકસાન પણ વધુ થઈ શકે છે. મલાઈકા અરોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે રિયાલિટી ટીવી શો ‘મૂવિંગ ઇન વિથ મલાઈકા’માં જોવા મળી હતી. આ સિવાય મલાઈકા ગાયક ગુરુ રંધાવા સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina