ગુપચુપ રીતે કોમેડી કિંગ કપિલ શર્મા પહોંચ્યો આ જગ્યાએ પોતાનો જન્મ દિવસ ઉજવવા, બાળકોની હાજરીમાં કર્યું એવું ઉમદા કામ કે લોકો પણ કરવા લાગ્યા સલામ, જુઓ વીડિયો

કોમેડી કિંગ કપિલ શર્માએ જીત્યા ચાહકોના દિલ, જન્મ દિવસ પર કર્યું ખાસ કામ, બાળકોને પણ શીખવ્યા એવા પાઠ કે વીડિયો જોઈને તમે પણ ખુશ થઇ જશો.. જુઓ

દુનિયાભરમાં ઘણા બધા એવા લોકો છે જે પોતાના ટેલેન્ટથી આગળ આવ્યા છે અને ઘણા લોકો એવા છે જેમને પોતાનું એક આગવું નામ પણ બનાવ્યું છે. એવું જ એક નામ છે કપિલ શર્માનું, જેને આજે આખી દુનિયા કોમેડી કિંગ તરીકે ઓળખે છે અને તેના શો “ધ કપિલ શર્મા” શોને પણ અઢળક પ્રેમ આપે છે. આ શોમાં કપિલ દર્શકોને પેટ પકડીને હસાવે પણ છે.

કપિલ શર્માએ પોતાનો જન્મદિવસ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં ઉજવ્યો. રવિવારે સાંજે તે પોતાના પરિવાર અને કેટલાક મિત્રો સાથે પાલમપુરની એક મોટી ખાનગી હોટલમાં ગુપ્ત રીતે પહોંચી ગયો હતો. ત્યાં તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. પાલમપુરની આ તેની પોતાની અંગત મુલાકાત હતી.

કપિલ તેની પત્ની અને બે બાળકો સાથે કાંગડા જિલ્લાના પાલમપુરમાં છે. કપિલ શર્મા પોતાના પરિવાર સાથે ઉનાળાની રજાઓ મનાવવા અહીં પહોંચ્યો છે. આ પહેલા પણ કપિલ શર્મા હિમાચલ પ્રદેશમાં રજાઓ ગાળવા આવી ચૂક્યો છે. કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં કપિલ શર્મા પોતાના જન્મદિવસના અવસર પર દેવદારનું છોડ રોપતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Kapil Sharma (@kapilsharma)

ખાસ વાત એ છે કે કપિલ શર્માના બંને બાળકો પણ તેને રોપતા સમયે સાથ આપી રહ્યા છે. કપિલ શર્મા આ વીડિયોમાં કહી રહ્યો છે કે તે પાલમપુરમાં દેવદારનું વૃક્ષ વાવી રહ્યો છે. આ પહેલા પણ ડેલહાઉસી અને ધર્મશાળામાં રોપા વાવવામાં આવ્યા છે. કપિલ શર્મા પોતાના દરેક જન્મદિવસ પર આ રીતે એક છોડ ઉગાડીને કુદરતનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરે છે. તે તેના બાળકોને રોપા વાવવા માટે પણ પ્રેરિત કરી રહ્યા છીએ.

Niraj Patel