રાજસ્થાનમાં મિત્રો સાથે વેકેશન મનાવી રહી છે અજય-કાજોલની લાડલી ન્યાસા, ઓરહાન સાથે કરી ઊંટની સવારી, કર્યુ પ્રી-બર્થ ડે સેલિબ્રેશન

કાજોલ-અજયની દીકરી ન્યાસા દેવગન રાજસ્થાનમાં વેકેશન કરી રહી છે એન્જોય, જેસલમેરમાં ચાંદની રાતમાં ઝીલ કિનારે ન્યાસા દેવગને કર્યુ પ્રી બર્થ ડે સેલિબ્રેશન

બોલિવુડ એક્ટર અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા પોપ્યુલર સ્ટારકિડ્સમાંની એક છે. ન્યાસા દેવગને ભલે બોલિવુડમાં એન્ટ્રી નથી કરી પણ તે લાઇમલાઇટમાં હંમેશા બની રહે છે. હાલ તો સ્ટારકિડ પોતાના પ્રી બર્થ ડે સેલિબ્રેશન માટે તેના ખાસ મિત્ર ઓરહાન અને બીજા કેટલાક મિત્રો સાથે રાજસ્થાનના જેસલમેરમાં છે.

તે છેલ્લા કેટલાક દિવસોથી તેના મિત્રો સાથે વેકેશન પર ક્વોલિટી ટાઇમ વીતાવી રહી છે. આ દરમિયાનની ઘણી તસવીરો ઓરહાને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઓરીએ શેર કરેલી તસવીરોમાંથી એકમાં ન્યાસા અને તેના મિત્રો જેસલમેરના સૂર્યગઢ કિલ્લામાં બેકગ્રાઉન્ડમાં ફૂલ મૂન સાથે નાઇટમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

બધાએ હાથમાં લાલટેન પણ લીધેલી છે. આ દરમિયાન ન્યાસાએ ડેનિમ શોર્ટ્સ અને વ્હાઇટ શર્ટમાં ઇંટેંસ પોઝ પણ આપ્યા. એક બીજી તસવીરમાં ન્યાસા તેના મિત્રો સાથે એક ટેંટ નીચે ડિનર કરતી જોવા મળી રહી છે. સ્ટાર કિડે ચાંદની રાતમાં ઝીલના કિનારે શાનદાર ડિનરનો લુત્ફ ઉઠાવ્યો. આ દરમિયાન કેટલાક લોક સિંગર પણ ત્યાં પોતાનું હુનર બતાવી રહ્યા હતા.

આ તસવીરો શેર કરતા ઓરીએ કેપ્શનમાં લખ્યુ- મિડનાઇટ સન. ઓરીએ એક નાની ક્લિપ પણ શેર કરી છે, જેમાં બધા મિત્રો ન્યાસા માટે હેપ્પી બર્થ ડે ગીત ગાતા જોવા મળી રહ્યા છે. ત્યાં ખુશ જોવા મળેલી ન્યાસા એક ચોકલેટ કેક સામે બેઠેલી જોવા મળી રહી છે. આ પહેલા ઓરીએ ડેઝર્ટ સફારીની પણ કેટલીક ઝલક શેર કરી હતી.

એક તસવીરમાં ન્યાસા ઓરી સાથે ઊંટની સવારી કરતી જોવા મળી. તસવીરો શેર કરતા ઓરીએ લખ્યુ- સાવધાન રહો કે તમે કોની સાથે યાદ બનાવો છો. એ વસ્તુ જીવનભર ચાલી શકે છે. જણાવી દઇએ કે, 20 એપ્રિલે ન્યાસા દેવગનનો જન્મદિવસ છે. આ વખતે તે 21 વર્ષની થઇ જશે.

પોતાના જન્મદિવસ પહેલા જ તેણે મિત્રો સાથે મળી પ્રી બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યુ, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા જ છવાઇ ગઇ. અજય અને કાજોલની દીકરીની તસવીરો પર એકે લખ્યુ- આ કાજોલની દીકરી બિલકુલ નથી લાગતી.

તો એક બીજાએ લખ્યુ- આની લાઇફ કેટલી મસ્ત છે. તો એકે તો લાલટેન હાથમાં લઇ તસવીર ક્લિક કરાવવા પર કમેન્ટ કરી લખ્યુ- લાલટેનનું પ્રમોશન કરી રહ્યા છે આ લોકો.

Shah Jina