પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથે શેર કરી ક્યુટ તસવીરો, દીકરી સાથે ટ્વીનિંગ કરતી જોવા મળી અભિનેત્રી

ઇસ્ટર પર પ્રિયંકા ચોપરાએ શેર કરી માલતીની તસવીરો, લાડલી દીકરી સાથે ટ્વીનિંગ કરતી જોવા મળી અભિનેત્રી

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા હંમેશા કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે અને તે તેની લાઇફ સાથે જોડાયેલ અપડેટ પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ સાથે પ્રિયંકા તેની દીકરી માલતી મેરી ચોપરા જોનસ સાથેની પણ ક્યુટ તસવીરો શેર કરે છે. હાલમાં જ કેટલાક દિવસ પહેલા પ્રિયંકા તેની દીકરી માલતી મેરી અને પતિ નિક જોનસ સાથે મુંબઇ આવી હતી.

પ્રિયંકાની દીકરી માલતી તેના જન્મ બાદ પહેલીવાર મોસાળ આવી હતી અને તે અહીં આવી ખુશ પણ હતી. પ્રિયંકા તેની દીકરીને લઇને કેટલાક દિવસ પહેલા સિદ્ધિવિનાયક મંદિર પણ પહોંચી હતી અને ત્યાંથી તેણે કેટલીક તસવીર પણ શેર કરી હતી. ત્યારે ફરી એકવાર પ્રિયંકાએ તેની દીકરી માલતી મેરી સાથેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

અભિનેત્રીની પ્રિન્સેસે આ વર્ષે તેની પ્રથમ ઇસ્ટરની ઉજવણી કરી હતી. પ્રિયંકા ચોપરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈસ્ટરની ઉજવણીની માલતીની સીરીઝબદ્ધ તસવીરો શેર કરી છે. પ્રથમ તસવીરમાં માલતી તેની માતા પ્રિયંકા સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં માલતીએ સફેદ ટી-શર્ટ પહેરી છે જેના પર માલતી મેરી ફર્સ્ટ ઈસ્ટર લખેલું છે. આ ફોટામાં પ્રિયંકા માલતીને પકડી રાખેલી જોવા મળી રહી છે.

બીજી તસવીરમાં, પ્રિયંકા તેની પુત્રી સાથે નાઈટ સૂટમાં જોવા મળી રહી છે અને બંને મા-દીકરી બાથરૂમમાં મિરર સેલ્ફી લેતી જોવા મળે છે, આ દરમિયાન પ્રિયંકાએ તેની દીકરી સાથે ટ્વીનિંગ કર્યુ છે. ત્રીજી તસવીરમાં માલતી એકલી બેઠેલી અને તેના હાથમાં કંઈક પકડેલી જોવા મળે છે, જ્યારે છેલ્લી તસવીરમાં માલતી લૉનમાં કૂતરાઓ સાથે રમી રહેલી જોવા મળી રહી છે. આ તસવીરો શેર કરતાં પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં લખ્યું, ‘ઈસ્ટર સન્ડે.’

ત્યાં ચાહકો અભિનેત્રીની પુત્રીની સુંદર તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ પહેલા પણ પ્રિયંકાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર ફ્લાવર હેર બેન્ડ સાથે વ્હાઇટ-યલો આઉટફિટ પહેરેલી માલતીની ક્યૂટ તસવીર શેર કરી હતી. ફોટામાં માલતી ઘણાં બધાં ફૂલોથી ઘેરાયેલી જોવા મળી હતી. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “તમામને ઈસ્ટરની શુભકામનાઓ.” પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, ‘માલતી સંપૂર્ણપણે પીસી પર થઈ ગઈ છે’.

તો ત્યાં બીજાએ લખ્યું છે, ‘તમને પણ ઈસ્ટરની શુભકામનાઓ’. જણાવી દઈએ કે પ્રિયંકા હાલમાં જ પુત્રી માલતી અને પતિ નિક જોનાસ સાથે ભારત આવી હતી. તેણે નિક સાથે મુંબઈમાં NMACC લોન્ચ ઈવેન્ટમાં હાજરી પણ આપી હતી. જે બાદ અભિનેત્રીએ તેના કો-સ્ટાર રિચર્ડ મેડન સાથે તેની આગામી સીરીઝ સિટાડેલને પ્રમોટ કરી. પ્રિયંકા ટૂંક સમયમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે.

Shah Jina