‘અનુપમા’ ફેમ આ અભિનેત્રી કૃષ્ણ ભક્તિમાં થઇ લીન, છોડી દીધી મોહ માયા અને બની ગઇ મીરા…કહ્યુ- જ્યારે રાત્રે તમે એકલા રડો…

‘અનુપમા’ ની 23 વર્ષિય અભિનેત્રીએ એક્ટિંગને મારી લાત, કૃષ્ણ ભક્તિમાં લીન થઇ, જુઓ ફોટાઓ

‘અનુપમા’ ફેમ ટીવી અભિનેત્રી અનઘા અરવિંદ ભોસલેએ એ સમયે તેના ચાહકોને મોટો ઝાટકો આપ્યો, જ્યારે તેણે ટીવી ઇન્ડસ્ટ્રી છોડવાના પોતાના નિર્ણયને ઓફિશિયલી એનાઉન્સ કર્યો. તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ટીવીની દુનિયાને હંમેશા માટે અલવિદા કરવાની વાત પબ્લિકલી કહી દીધી. અનઘાએ ગયા વર્ષે અનુપમા શો છોડ્યો હતો અને તે સમયે તે ઘણી ચર્ચામાં હતી કે પોતાના કરિયરની પીક પર એક્ટિંગ કરિયરને અલવિદા કહી રહી છે. અનઘાએ લખ્યું- ‘હરે કૃષ્ણ પરિવાર, હું જાણું છું કે તમે બધાએ શોમાં ઘણો પ્રેમ અને દયાલુત્તા દર્શાવી છે, આ માટે તમારો ખૂબ ખૂબ આભાર, હું તમારી આભારી છું.

જો તમારામાંથી કોઈને એ વાતની જાણકારી નથી કે હું સત્તાવાર રીતે ફિલ્મ અને હું ટીવી ઇન્ડસ્ટ્રી છોડી રહી છું, તો જણાવી દઉ કે મને આશા છે કે તમે બધા મારા નિર્ણયનું સન્માન કરશો અને સમર્થન કરશો. મેં આ નિર્ણય ધાર્મિક કારણોસર લીધો છે. હું જાણું છું કે તમારે તમારું કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ પણ જ્યાં તમારી કૃષ્ણ ભાવનામૃત અને તમારી આધ્યાત્મિક વૃદ્ધિ નબળી પડી રહી છે ત્યાં નહીં, મને લાગે છે કે જે પરિસ્થિતિઓ અને લોકો તમને ભગવાન અથવા કૃષ્ણથી દૂર લઈ જાય છે તેનાથી તમારે દૂર થઇ જવું જોઈએ.’

આપણે બધા ભગવાનના સંતાનો છીએ, જુદા જુદા રસ્તાઓ છે પણ મંઝિલ એક છે, આપણને બધાને તેમનામાં વિશ્વાસ છે, અને અમે ચોક્કસપણે તેમની તરફ જઈશું. ભગવાન હંમેશા દયાળુ/પ્રેમાળ હોય છે અને હંમેશા આપણી સાથે ઉભા રહે છે… મનુષ્ય તરીકે આપણા જન્મનું કારણ સમજવાની જવાબદારી આપણી છે, મનુષ્ય તરીકે આપણે એકમાત્ર એવા જીવો છીએ જે ભગવાન સાથે જોડાઈ શકે છે અને તેમના પ્રેમને સમજી શકે છે. તેથી તે સમજવાની જરૂર છે કે મનુષ્યનો જન્મ ભગવાનની સેવા કરવા અને પ્રેમ કરવા અને કૃષ્ણ ભાવનામૃત ફેલાવવા માટે થયો છે.

‘હું જે ક્ષેત્રમાં હતી તે ખૂબ જ અલગ હતું, જે મારી ભગવાન ભાવનાને અવરોધે છે, કે તમે તમને કંઈક એવું બનાવે છે જે તમે નથી અને તમને દૂર લઈ જાય છે. તો આ મારો નિર્ણય હતો, તમારી સંભાળ, સંદેશા અને કોલ્સ માટે આભાર…મને લાગે છે કે જો તમને કોઈ જવાબ જોઈતો હોય તો આધ્યાત્મિક અને પવિત્ર પુસ્તકો વાંચો, શ્રીમદભગવદ્ગીતા વાંચો. મારા જીવનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તે હું મારી પોસ્ટ્સ દ્વારા જણાવતી રહીશ અને હું દરેક ધર્મ અને દરેક આત્માની યાત્રાનું સન્માન કરું છું જે ઉપરથી આવે છે.

27 જાન્યુઆરી 2000ના રોજ પુણેમાં જન્મેલી 23 વર્ષિય અનઘાને શરૂઆતથી જ એક્ટિંગ ફિલ્ડમાં આવવાની ઈચ્છા હતી, તેથી તેણે જલ્દી મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતુ. વર્ષ 2020માં તેણે ‘દાદી અમ્મા, દાદા અમ્મા માન જાઓ’ દ્વારા ટીવીની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે તેને રૂપાલી ગાંગુલી સ્ટારર શો ‘અનુપમા’ની ઓફર મળી. આ શોમાં તેણે ‘નંદિની’નું પાત્ર ભજવી ઘર ઘરમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી, પરંતુ માર્ચ 2022માં અચાનક જ તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા જ્યારે તેણે અભિનય છોડીને કૃષ્ણના માર્ગ પર ચાલવાની ઇચ્છા વ્યક્ત કરી.

નાની ઉંમરે પ્રખ્યાત થવું અને પછી આ બધુ છોડીને કૃષ્ણના રંગમાં રંગાઈ જવું એ સહેલું ન હતું. પરંતુ અનઘા તેના નિર્ણયથી ખૂબ જ ખુશ છે. તેને ઘણીવાર સન્યાસી કહેવામાં આવે છે, પરંતુ તે માત્ર કૃષ્ણની ભક્તિમાં જ મગ્ન હોય છે. અનઘાએ કહ્યું હતુ કે, કોઈ હોતું નથી જ્યારે તમે રાત્રે એકલા રડો છો, માત્ર કૃષ્ણ જ હોય છે જે તમારો હાથ જો એક વખત પકડી લીધો તો છોડતા નથી. મમ્મી-પપ્પા પણ થાકીને સૂઈ જાય છે. તમને ખબર નથી કે તમારી જિંદગી કેટલી લાંબી છે, એટલે એવા નિર્ણય જલદી જ લેવા જોઈએ.

Shah Jina