હિટમેન રોહિત શર્માના ઘરની તસવીરો થઇ વાયરલ…આલીશાન ઘરનો નજારો જોઈને ચાહકો પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ તમે પણ

અંદરથી કોઈ મહેલ કરતા જરા પણ કમ નથી ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માનું આલીશાન ઘર, જુઓ કેવો છે ઘરનો રજવાડી ઠાઠમાઠ

બોલીવુડના સેલિબ્રિટીઓની જેમ ભારતીય ટીમના ક્રિકેટરોનો પણ એક અલગ જલવો છે. તેમના પણ કરોડો ચાહકો છે જે તેમના પર ખુબ જ પ્રેમ વરસાવે છે. સાથે જ આ ક્રિકેટરોના અંગત જીવન પર પણ ચાહકો સતત નજર રાખતા હોય છે. ક્રિકેટની રમત, આઇપીએલ અને જાહેરાતો દ્વારા ભારતીય ટીમના ખેલાડીઓ સારી એવી આવક મેળવે છે અને તેઓ લક્ઝુરિયસ લાઈફ પણ જીવતા હોય છે.

ત્યારે ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માને પણ ચાહકોએ હિટમેનનું બિરુદ આપ્યું છે અને રોહિત પણ ખુબ જ મોટું ફેન ફોલોઇંગ ધરાવે છે. ત્યારે આજે અમે તમને રોહિત શર્માના આલીશાન ઘરનો અંદરનો નજારો બતાવવાના છીએ. જે કોઈ મહેલ કરતા જરા પણ કમ નથી. રોહિત શર્માના ઘરની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

રોહિત શર્મા એવા આલીશાન મકાનમાં રહે છે કે જે પણ તેના ઘરને જુએ છે, તે થોડીવાર માટે પણ તેના પરથી નજર હટાવી શકતો નથી. પોતાનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન છે. કોઈ આ સપનું પૂરું કરે છે તો કોઈનું સપનું સપનું બનીને જ રહી જાય છે. રોહિત શર્માનું પણ આવું જ સપનું હતું. જે તેણે સારી રીતે પૂર્ણ કર્યું અને રિતિકા સજદેહ સાથે લગ્ન કરતા પહેલા જ તેણે પોતાનું આલીશાન ઘર ખરીદ્યું હતું.

રીતિકા પણ રોહિતના ઘરને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી. એટલા માટે બંનેએ સાથે મળીને ઘરના દરેક ખૂણાનું આયોજન કર્યું છે. રોહિત શર્માએ તેનું બાળપણ મુંબઈમાં વિતાવ્યું છે તેથી તેણે મુંબઈના વર્લી વિસ્તારમાં આહુજા ટાવરના 29મા માળે પોતાનું ઘર ખરીદ્યું છે. આ આખી ઇમારત એટલી ભવ્ય છે કે જેની નજર તેના પર પડે છે તે તેને જોતો જ રહે છે.

બિલ્ડિંગમાં ક્લબ હાઉસ અને એન્ટરટેઈનમેન્ટ એરિયા પણ છે, સાથે જ અહીં યોગા રૂમ, સ્પા સેન્ટર, મિની થિયેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ બિલ્ડિંગમાં રહેતા હાઈપ્રોફાઈલ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીં બિઝનેસ એરિયા પણ આપવામાં આવ્યો છે. રોહિત શર્માએ વર્ષ 2015માં 4 BHK, 5700 સ્ક્વેર ફૂટનું આ આલીશાન ઘર 30 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

પહેલા રોહિત બોરીવલીમાં રહેતો હતો. જ્યારે રોહિતની સગાઈ રિતિકા સજદેહ સાથે થઈ હતી, ત્યારે જ રોહિતે આ ઘર ખરીદ્યું હતું અને લગ્ન પછી તે તેની પત્ની સાથે અહીં શિફ્ટ થઈ ગયો હતો.  જણાવી દઈએ કે રોહિત શર્માના ઘરમાં 4 કિંગ સાઈઝ બેડરૂમ, હોલ અને કિચન છે. રોહિત શર્માના ઘરની બાલ્કનીમાંથી અરબી સમુદ્રનો સુંદર નજારો જોવા મળે છે. બેડરૂમમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.

હિટમેનના ઘરની સાથે તેના ફ્લેટના વોશરૂમ પણ ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. બાથટબથી લઈને તમામ વૈભવી વસ્તુઓ અહીં છે. આ સાથે બાથરૂમમાં વધુ ગ્લાસ વર્ક કરવામાં આવ્યું છે અને બહારથી સુંદર નજારો પણ જોવા મળે છે. રોહિત શર્માના ઘરનું બાથરૂમ એટલું લક્ઝુરિયસ છે કે તમે જાઓ તો ત્યાંથી બહાર નીકળવાનું મન ન થાય.

રોહિત શર્મા, તેની દીકરી સમાયરા અને પત્ની રિતિકા ઘણીવાર તેમના ઘરની બાલ્કનીમાં જોવા મળે છે. તે ઘણીવાર આ જગ્યાએ તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. તેઓ જણાવે છે કે સમાયરાને આ જગ્યા ખૂબ જ પસંદ છે. તેણે આ વિસ્તારને સમાયરા માટે પ્લે એરિયા બનાવી દીધો છે. આ પ્લે એરિયામાં બાળકો માટે રમવા અને મજા કરવા માટે બધું જ ઉપલબ્ધ છે.

Niraj Patel