મેદાનમાં ચોગ્ગા છગ્ગા મારનારો કિંગ કોહલી બની ગયો કવિ, વિરાટનો આવો અવતાર આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય, 8 શબ્દોમાં લખી નાખી કવિતા, જુઓ વીડિયો

પોતાના બેટથી સ્ટેડિયમમાં કમાલ બતાવનારા વિરાટ કોહલીએ બતાવ્યો કલમથી પણ પોતાનો કમાલ, એવી શાનદાર કવિતા લખી કે ચાહકો પણ થઇ ગયા ખુશ ખુશાલ, જુઓ વીડિયો

વિરાટ કોહલીનું ફેન બેઝ આખું અલગ જ છે. તે વિશ્વના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંથી એક છે અને એટલે જ તેના સોશિયલ મીડિયામાં દુનિયાભરના લોકો તેને ફોલો કરતા હોય છે અને તેના જીવન સાથે પણ જોડાયેલા રહે છે. વિરાટ કોહલી મેદાનમાં આવતા જ લોકો તેની ધુંઆધાર બેટિંગ જોવા માટે પણ આતુર થઇ જતા હોય છે. હાલ આઇપીએલમાં પણ વિરાટનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

ત્યારે હાલ કિંગ કોહલીનો એક નવો અવતાર પણ સામે આવ્યો છે, જેમાં બેટથી કમાલ બતાવનારો વિરાટ હવે કલમની પણ કમાલ બતાવતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણે એક પ્રેરક કવિતા લખી છે. તેને કવિતા લખવા માટે કેટલાક શબ્દો આપવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ કરીને તેણે કવિતા લખવી હતી.

વિરાટ કોહલીનો આ ઈન્ટરવ્યુ RCB કન્ટેન્ટ ક્રિએટર મિસ્ટર નૈગ્સ દ્વારા લેવામાં આવ્યો હતો, જેઓ ઘણીવાર ફની ઈન્ટરવ્યુ માટે જાણીતા છે. નૈગ્સ વિરાટ કોહલીને માત્ર 8 શબ્દો આપ્યા અને કવિતા લખવાનું કહ્યું. મિસ્ટર નૈગ્સ વિરાટ કોહલીને કવિતા લખવા માટે ફાયર, બેટ, પિકલ, ટ્રિપ, ટાઇડ, મેન અને 49 જેવા શબ્દો આપ્યા હતા.

જેના બાદ વિરાટે કવિતા લખી નાખી “Fullfill you desires, ignite the fire, Bat through the tough times, sometimes it’s 263 & sometimes 49, Life can put you in a pickle, Laugh through like it’s a tickle, whether you get a hundred or a duck, life goes on, don’t get stuck” ત્યારે હવે તેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel