ઋષભ પંતને કારણે નહિ પરંતુ આ 20 વર્ષના પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્નને લઈને ચર્ચામાં આવી ઉર્વશી રૌતેલા, જુઓ વીડિયોમાં શું કહ્યું ?
ક્રિકેટ અને બોલીવુડ વચ્ચે ઘણું ઊંડું કનેક્શન છે. ઘણી બધી બોલીવુડ અભિનેત્રીઓ છે જેમને ભારતીય ક્રિકેટરો સાથે પ્રેમ સંબંધો બંધાયા છે અને તેમણે લગ્ન પણ કરી લીધા છે. તો ઘણીવાર કેટલાય ક્રિકેટરોના બોલીવુડ અભિનેત્રીઓ અને મોડલ સાથે અફેરને લઈને પણ ખબરો આવતી હોય છે. ત્યારે ભારતીય અભિનેત્રીઓના દીવાના ફક્ત ભારતીય ક્રિકેટરો જ નહિ વિદેશી ક્રિકેટરો પણ હોય છે.
હાલમાં જ એક પાકિસ્તાની ક્રિકેટરે બૉલીવુડ અભિનેત્રીને જાહેરમાં જ લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો. અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેના ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તે આખી દુનિયામાં તેની સુંદરતા માટે જાણીતી છે. મોંઘા ડ્રેસ અને એસેસરીઝ કેરી કરવી એ ઉર્વશીની સ્ટાઇલ છે. પરંતુ આ બધાની સાથે ઉર્વશીનું નામ પણ ક્રિકેટર સાથેના જોડાણને કારણે હેડલાઇન્સમાં રહે છે.
આ વખતે તેનું નામ ઋષભ પંત સાથે નહીં પરંતુ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ મામલો ત્યારે વધી ગયો જ્યારે તાજેતરમાં નસીમે મીડિયા સામે ઉર્વશી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. નસીમનો આ વીડિયો પાકિસ્તાની સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા ઉર્વશી રૌતેલાએ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહને તેના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી.
ત્યારથી, બંને વચ્ચે કંઈક ચાલતું હોવાના સમાચારો સામે આવવા લાગ્યા. આ દરમિયાન જ્યારે નસીમ શાહને ઉર્વશી સાથે લગ્ન કરવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જવાબમાં જે કહ્યું તે આશ્ચર્યજનક હતુ. તેણે કહ્યું, ‘જો હું મેસેજ આપીશ તો તમે તેને વાયરલ કરી દેશો’. તેના વીડિયોમાં તે કહેતો સાંભળી શકાય છે કે જો દુલ્હન તૈયાર થશે તો હું લગ્ન કરીશ.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે 15 ફેબ્રુઆરીએ નસીમ શાહનો 20મો જન્મદિવસ હતો. જેની ક્રિકેટરે તેની ક્વેટા ગ્લેડીયેટર્સની ટીમ સાથે કેક કાપીને ઉજવણી કરી હતી. જ્યારે નસીમે પાકિસ્તાની ક્રિકેટર શાદાબ ખાનના લગ્ન પર ટિપ્પણી કરી, ત્યારે ઉર્વશી રૌતેલાએ ટિપ્પણી વિભાગમાં તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ઉર્વશી રૌતેલાએ કોમેન્ટમાં લખ્યું, ‘હેપ્પી બર્થડે નસીમ શાહ. માનદ DSP રેન્ક મળવા બદલ અભિનંદન. નસીમે ઉર્વશીનો પણ આભાર માન્યો હતો.