રણવીર સિંહ સાથે સ્ટેજ પરથી નીચે ઉતરી રહી હતી પ્રિયંકા ચોપરા, ત્યારે જ નિક જોનસે કર્યુ એવું કે ચાહકો થઇ ગયા ઇમ્પ્રેસ, બોલ્યા- પરફેક્ટ હસબન્ડ

નિક જોનસે હાથ થામી પ્રિયંકાને સ્ટેજ પરથી ઉતારી નીચે, હેરાન રહી ગા લોકો, બોલ્યા- બેસ્ટ હસબન્ડ

31 માર્ચે નીતા અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટ મીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એટલે કે NMACCની ધમાકેદાર શરૂઆત કરવામાં આવી. NMACC લોન્ચમાં બોલિવૂડ અને હોલીવુડની ઘણી મોટી હસ્તીઓએ સહિત રાજનેતાઓ અને વેપારી જગતની ઘણી હસ્તિઓએ હાજરી આપી હતી. આ ઘટનાની ઘણી વીડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. ત્યારે પ્રિયંકા ચોપરાના એક વીડિયોને ઇન્ટરનેટ પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયો જોયા બાદ દરેક વ્યક્તિ પ્રિયંકાના વિદેશી પતિ નિક જોનાસના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. NMACCના લોન્ચિંગ ઇવેન્ટમાં ઘણા બોલિવુડ અને હોલિવુડ સ્ટારે પોતાના પરફોર્મન્સથી માહોલ રંગીન બનાવી દીધો હતો, ત્યારે રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાએ પણ NMACC લોન્ચ પર સ્ટેજ પર પરફોર્મ કર્યુ હતુ. બંનેએ ‘દિલ ધડકને દો’ ના ગીત ‘ગલ્લાં ગુડિયાં’ પર જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતું.

ઘણા વર્ષો પછી રણવીર અને પ્રિયંકાને એકસાથે ડાન્સ કરતા જોઈને ચાહકોના દિલ ઝૂમી ઉઠ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે ડાન્સ પરફોર્મન્સ બાદ રણવીર સિંહ પ્રિયંકાને સ્ટેજ પરથી નીચે ઉતારવા જાય છે અને જેવી પ્રિયંકા નીચે ઉતરવા લાગી કે નિક જોનાસ તેની મદદ માટે આગળ આવ્યો અને તેનો હાથ થામ્યો. આ નજારો જોઇ ત્યાં હાજર આલિયા ભટ્ટ, નીતા અંબાણી અને મુકેશ અંબાણીના ચહેરા પર પણ ખુશી આવી જાય છે.

દરેક વ્યક્તિ નિક જોનાસથી ખૂબ જ પ્રભાવિત લાગે છે. પ્રિયંકા પ્રત્યે નિક જોનાસનો પ્રેમ અને આદર જોઈને ચાહકોના દિલ પણ ઉભરાઈ ગયા. ફેન્સ નિક જોનાસને જેન્ટલમેન કહી રહ્યા છે અને તેને બોસ્ટ હસબન્ડ પણ કહી રહ્યા છે. એકે કહ્યું કે પ્રિયંકા ચોપરા ખૂબ નસીબદાર છે, તેને નિક જેવો પતિ મળ્યો છે. એક બીજાએ કહ્યુ- આજના લોકોએ નિક પાસેથી કંઈક શીખવું જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા અવારનવાર તેમના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરે છે અને એક સારા કપલ હોવાનો પુરાવો પણ આપે છે. બંને એકબીજા માટે ખૂબ જ કેરિંગ હોવાની સાથે સાથે રોમેન્ટિક પણ છે. પ્રિયંકા માટે નિક જોનાસની સંભાળ, આદર, પ્રેમ જોઈને કહી શકાય કે તે એક શ્રેષ્ઠ પતિના તમામ માપદંડો પૂરા કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા એમેઝોન પ્રાઇમ વીડિયોના નવા વેબ શો સિટાડેલમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ સીરીઝમાં તેની સાથે રિચર્ડ મેડન મુખ્ય ભૂમિકામાં છે. સિટાડેલ 28 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. આ વેબ સીરીઝનું મુંબઇમાં પ્રીમિયર પણ યોજાયુ હતુ અને બોલિવુડના ઘણા સેલેબ્સે હાજરી પણ આપી હતી. બોલિવુડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા પણ પ્રીમિયરમાં ઉપસ્થિત રહી હતી.

Shah Jina