આ પાકિસ્તાની ક્રિકેટર્સની પત્નીઓ ખૂબસુરતી અને હોટનેસમાં આપે છે અભિનેત્રીઓને પણ માત

હોટનેસમાં બોલિવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે આ પાકિસ્તાન ક્રિકેટર્સની પત્નીઓ, ખૂબસુરતી જોઇ ફિદા થઇ ગયા ચાહકો

પાકિસ્તાનના ક્રિકેટર્સ તેમની રમતને કારણે ચર્ચામાં છે. એટલું જ નહિ, તે તેમની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતા હોય છે. પાકિસ્તાનના ઘણા ક્રિકેટર્સની પત્ની ખૂબ જ સુંદર છે અને તેઓ કોઇ અભિનેત્રીથી કમ નથી.

હસન અલી અને શામિયા આરઝૂઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ વર્ષ 2019માં જ ભારતની શામિયા આરઝૂ સાથે લગ્ન કર્યા હતા. શામિયાનો પરિવાર હરિયાણાના નુહ જિલ્લાના ચંદેની ગામનો છે. પરંતુ શામિયા ઘણા વર્ષોથી દુબઈમાં ફ્લાઈટ એન્જિનિયર તરીકે કામ કરી રહી હતી. શામિયા અને હસન અલીએ દુબઈમાં જ લગ્ન કર્યા હતા. પહેલા બંને વચ્ચે ખૂબ જ ઊંડી મિત્રતા થઇ અને ત્યારપછી આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને બંને લગ્નના બંધનમાં બંધાઇ ગયા.

શોએબ મલિક અને સાનિયા મિર્ઝાઃ પાકિસ્તાનના ખતરનાક બેટ્સમેન શોએબ મલિકે વર્ષ 2010માં ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા. તે સમયે બંનેના લગ્નને લઈને મીડિયામાં ઘણો વિવાદ થયો હતો, પરંતુ બંનેએ કોઈની પરવા ન કરી અને લગ્ન કરી લીધા. ઘણા વર્ષોથી આ કપલ સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. બંનેને એક પુત્ર પણ છે.જો કે, હાલમાં સાનિયા મિર્ઝા અને શોએબના છૂટાછેડાની ખબર ચાલી રહી છે.

અહેમદ શહેઝાદ અને સના મુરાદઃ પાકિસ્તાની ઓપનર અહેમદ શહેઝાદે તેની બાળપણની મિત્ર સના મુરાદ સાથે 19 સપ્ટેમ્બર 2015ના રોજ લગ્ન કર્યા હતા. બંને ખૂબ જ ફેમસ કપલ છે. સનાની સુંદરતા પણ અદ્ભુત છે. બંનેને એક પુત્ર અલી અહેમદ છે.

મિસ્બાહ ઉલ હક અને ઉઝમા ખાનઃ મિસ્બાહ ઉલ હકે 2004માં ઉઝમા ખાન સાથે લગ્ન કર્યા હતા. મિસ્બાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેના પુત્રનું નામ ફૈઝાન છે. મિસ્બાહની ગણતરી પાકિસ્તાનના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે.

વહાબ રિયાઝ અને ઝૈનબઃ પાકિસ્તાની ક્રિકેટર વહાબ રિયાઝે 2013માં ઝૈનબ સાથે લગ્ન કર્યા હતા. વહાબ પાકિસ્તાનનો દિગ્ગજ બોલર રહ્યો છે. કોઈપણ બેટ્સમેન માટે તેના બોલ રમવા સરળ નહોતા.

Shah Jina