આવી ગયો પુષ્પા ! જેને જોઇને સિંહ પણ ચાલ્યો 2 કદમ પાછળ, ટીઝરમાં રૂંવાડા ઊભા કરી દે તેવા લુકમાં નજર આવ્યો અલ્લુ અર્જુન
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા 2’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. એક્શન પેક્ડ પાન ઈન્ડિયા, આ ફિલ્મ આ વર્ષે અથવા આવતા વર્ષે રિલીઝ થશે. પરંતુ ચાહકોમાં રીલિઝ ડેટની ઉત્તેજના પેદા કરતા પહેલા ફિલ્મના નિર્માતાઓએ અલ્લુ અર્જુનના જન્મદિવસના અવસર પર એટલે કે આજે 8 એપ્રિલે ‘પુષ્પા 2’ નું ટીઝર રિલીઝ કર્યું છે અને આ સાથે જ ફિલ્મનું નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
આ પોસ્ટરમાં અલ્લુ અર્જુન ખૂબ જ ડરામણા લુકમાં જોવા મળી રહ્યો છે. પરંતુ પહેલા વાત કરીએ ફિલ્મના ટીઝરની તો ટીઝરની શરૂઆત ‘પુષ્પા’ની શોધથી થાય છે. જંગલ, શહેર, ખેતરો, શેરીઓમાં પોલીસ ‘પુષ્પા’ને શોધી રહી છે કારણ કે તે જેલમાંથી ભાગી ગયો હોય છે. ગરીબ લોકોનો મસીહા પુષ્પા પણ પોલીસ માટે તે ચોર છે અને તે કોઈ ગુનેગારથી ઓછો નથી. જ્યારે ‘પુષ્પા’ના ચાહકો તેના નામના નારા લગાવી રહ્યા છે.
ત્યાં બીજી તરફ પોલીસ તેમના પર લાઠીચાર્જ અને પાણીનો વરસાદ કરી રહી છે. તે દરેક જગ્યાએ જઈને પુષ્પાને શોધે છે. અલ્લુ અર્જુન ફરી એકવાર ફેન્સમાં પોતાના લુકને કારણે ચર્ચામાં આવ્યો છે. ‘પુષ્પા: ધ રાઇઝ’માં તેની સ્ટાઇલ અને ડેશિંગ લુક અને તેના અભિનયે ઘણી પ્રશંસા મેળવી હતી. ત્યાં આ વખતે અભિનેતા વિલક્ષણ લુકમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં તે અલગ અંદાજમાં જોવા મળવાનો છે.
પોસ્ટરમાં ‘પુષ્પા’એ તેના ગળામાં લીંબુની માળા, ફૂલની માળા અને ભારે જ્વેલરી પહેરેલી છે. આંગળીઓમાં ભારે વીંટી, હાથમાં બંગડીઓ તેમજ વાદળી સાડી અને બ્રોકેડ બ્લાઉઝ અને આખા શરીર અને ચહેરા પર વાદળી રંગ જોવા મળે છે. આ ઉપરાંત એક હાથમાં રિવોલ્વર પણ દેખાય છે અને તેના ઊભા રહેવાની સ્ટાઈલ બિલકુલ જૂની છે. ત્રણ મિનિટ અને 14 સેકન્ડના આ ટીઝર વીડિયોને રિલીઝ થયાના થોડા જ સમયમાં લાખો વ્યૂઝ મળી ગયા છે.
જણાવી દઇએ કે, મેકર્સે હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી ‘પુષ્પા ધ રાઇઝ’નો ક્રેઝ દર્શકોમાં જોરજાર જોવા મળ્યો હતો. ત્યારે હવે ટીઝર અને નવું પોસ્ટર આવતાની સાથે જ લોકો વચ્ચે ‘પુષ્પા ધ રૂલ’ને થિયેટરમાં જોવાની ઉત્તેજના જાગી છે.