ઋષભ પંતને સ્ટેડિયમમાં જોઇ છોકરી બોલી- ‘થેંક ગોડ, ઉર્વશી અહીં નથી’….ઉર્વશીએ તસવીર શેર કરી આવી રીતે કર્યુ રિએક્ટ

‘થેંક ગોડ ઉર્વશી અહીં નથી..’ IPL મેચમાં ઋષભ પંતને જોઇ બોલી છોકરી, ભડકેલી અભિનેત્રીએ લગાવી દીધી ક્લાસ

બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા તેની પ્રોફેશનલ લાઇફથી વધારે પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. અભિનેત્રીનું નામ ઘણીવાર ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાય છે. ઉર્વશીની પોસ્ટ જોઇ ચાહકો પણ એ કહે છે કે તે ઋષભ માટે પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરે છે. જો કે ક્રિકેટર આવી કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનું ટાળે છે. તેમ છતાં, બંને સાથે કંઈક એવું બને છે કે તેઓ હેડલાઇન્સમાં છવાયેલા રહે છે. ઉર્વશી હવે ફરી એકવાર એક વાયરલ તસવીરને કારણે ચર્ચામાં આવી છે.

અભિનેત્રીએ ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાયેલા એક પ્લેકાર્ડ પર પ્રતિક્રિયા આપી છે. તમને જણાવી દઈએ કે, ઋષભ જે લાંબા સમયથી તેની સર્જરીમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, તે તાજેતરમાં અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચ્યો હતો અને તેણે ગુજરાત ટાઇટન્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તેની પ્રથમ હોમ મેચમાં તેની ટીમ દિલ્હી કેપિટલ્સને ચીયર કરી હતી. આ મેચ દરમિયાન એક છોકરી એક પ્લે કાર્ડ સાથે જોવા મળી હતી જેના પર લખેલું હતું કે, થેંક ગોડ, ઉર્વશી અહીં નથી.

 

આ વાયરલ તસવીર જોઈને ઉર્વશીને ગુસ્સો આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે અને તેણે તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. ફોટો શેર કરતી વખતે ઉર્વશી રૌતેલાએ ખાલી લખ્યું, “કેમ?” અભિનેત્રીનું “કેમ?” ફેન્સ પણ પોસ્ટ પર ફની કોમેન્ટ કરીને જવાબ આપી રહ્યા છે. એકે લખ્યું, “ઋષભ ભૈયા કો નજર લગ જાતી ના હૈ.” જ્યારે બીજાએ લખ્યું, “તેણે રૌતેલાનો ઉલ્લેખ કર્યો નથી, તેથી તેને ઇગ્નોર કરો.” જ્યારે ઋષભની ​​કાર અકસ્માત થયો ત્યારે પણ ઉર્વશીએ પ્રતિક્રિયા આપી હતી.

તેણે પંતને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છા પણ પાઠવી હતી. આ પહેલા પણ તે અલગ અલગ તસવીરો શેર કરી ઘણા એવા કેપ્શન લખી ચૂકી છે કે જેને ચાહકોએ ઋષભ સાથે જોડ્યા છે. જણાવી દઈએ કે દિલ્હી અને ગુજરાત વચ્ચેની મેચ બાદ પંત દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયો હતો, જ્યાં તેણે તમામ ખેલાડીઓ સાથે મુલાકાત પણ કરી હતી. શુભમન ગિલે પંતને લઈને સોશિયલ મીડિયા પર તેની તસવીર પણ શેર કરી હતી, જેને ચાહકોએ પસંદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

Shah Jina