તાંત્રિકે ઉઠાવ્યો યુવકની લાચારીનો ફાયદો, પ્રેમિકા આવી જશે એમ કહીને પડાવ્યા રૂપિયા, પ્રેમિકા મળી જશે એમ કહીને કરાવ્યું એવું કે…

ખાસ મિત્ર જ બન્યો મિત્રના મોતનું કારણ ! એક વર્ષ પછી સામે આવ્યું રહસ્ય, લાંભામાં રહેતા યુવકને પ્રેમિકા મળી જશે એમ કહીને કરાવ્યું એવું કે…

Young man lost his life in a tantric ritual : આજના આધુનિક જમાનામાં પણ ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં લોકો તાંત્રિક વિદ્યામાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવતા હોય છે તો ઘણીવાર પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે અને ખાસ આજના સમયમાં એવા લંપટ તાંત્રિકો પણ જોવા મળે છે જે રૂપિયા માટે કંઈપણ કરતા હોય છે. હાલ એવી જ એક ઘટનાનું ઉદાહરણ અમદાવાદના અસલાલીમાંથી સામે આવ્યું છે, જેમાં એક યુવકને તાંત્રિક વિદ્યામાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર લાંભા ગામમાં પોતાના પરિવાર સાથે રહેતા દર્શન કાછીયા નામના યુવકે આજથી એક વર્ષ પહેલા આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. શરૂઆતમાં તેના આપઘાત પાછળનું કારણ સામે નહોતું આવ્યું, પરંતુ હવે એક વર્ષ બાદ જયારે મૃતકની બહેનને યુવકના કપડામાંથી એક સુસાઇડ નોટ મળી આવી ત્યારે તેના આપઘાતનું સાચું કારણ સામે આવ્યું છે. સુસાઇડ નોટ ઉપરાંત તેના મોબાઇલમાંથી પણ ઘણી જ ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે.

જેના બાદ યુવકનો પરિવાર પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર હકીકત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ મામલે તપાસ પણ હાથ ધરી હતી. યુવક લાંભા વિસ્તારમાં રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, એક વર્ષ પહેલા તેને હિંચકાના કડા સાથે દુપટ્ટો બાંધીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.  અસલાલી પોલીસે દ્વારા શરૂઆતમાં આ યુવકના મોતને લઈને અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી, ત્યારે હવે સામે આવ્યું છે કે યુવકને લાંભામાં જ રહેતા લલિત ગુપ્તા સાથે મિત્રતા થઇ હતી અને લલિત પૈસાની જરૂરિયાત હોય ત્યારે દર્શન પાસેથી ઉછીના લેતો હતો.

દર્શન એક યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો, ગાઢ મિત્ર હોવાના કારણે લલિતને પણ એ વાતની જાણ હતી. ત્યારે લલિતે રૂપિયાની લાલચે દર્શનને તાંત્રિક વિધિના ચક્કરમાં નાખી દીધો અને પ્રેમિકા મળી જશે તેમ પણ જણાવ્યું. જેના બાદ દર્શન પણ તેની વાતોમાં આવી ગયો અને પ્રેમિકા મળી જશે તેમ માની અને ટુકડે ટુકડે કરીને 4 લાખ રૂપિયાનું દેવું પણ કરી નાખ્યું. જુદી જુદી લોન અને ક્રેડિટ કાર્ડ પર તેને આ દેવું કરી લીધું હતું, પરંતુ ના પ્રેમિકા મળી ના દેવું ચૂકવવા દર્શન પાસે પૈસા હતા, જેના કારણે તેને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું. પોલીસે આ મામલે લલિત ગુપ્તા વિરુદ્ધ ગુન્હો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.

Niraj Patel