પરીણિતી ચોપડા બનવાની છે આ મોટી હસ્તીની દુલ્હન ! ખબર પાક્કી છે… આ ફેમસ સિંગરે લગાવી મોહર

આ દિવસોમાં બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ઘણી ચર્ચામાં છે. પરિણીતી આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેટ કરી રહી છે. કેટલાક દિવસ પહેલા જ બંને સાથે ડિનર ડેટ પર જોવા મળ્યા હતા અને તે બાદ તો સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો. બંનેને લઇને ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યુ કે તે બંને ડેટ કરી રહ્યા છે અને તે બાદ આપ સાંસદ સંજીવ અરોરાના એક ટ્વીટએ આ અટકળોને વેગ આપ્યો. સંજીવે પરિણીતી અને રાઘવ ચઢ્ઢાનો ફોટો શેર કરીને બંનેને અભિનંદન પાઠવ્યા.

તેમણે ટ્વીટમાં લખ્યું- હું રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આશા રાખું છું કે બંનેનો સાથ પ્રેમ, આનંદ અને સાથીદારીથી ભરેલો રહે. મારી શુભેચ્છાઓ! આપ નેતાના ટ્વિટ બાદ જ્યારે પરિણીતી એરપોર્ટ પર જોવા મળી ત્યારે પેપરાજીઓએ તેને રાઘવ ચઢ્ઢાને લગતા પ્રશ્નો પૂછ્યા પણ તે કંઇ પણ કગ્યા વગર શરમાઇ કારમાં બેસી ગઇ. બીજી તરફ રાઘવ ચઢ્ઢા પણ પરિણીતીને લગતા પ્રશ્નોને ટાળતા જોવા મળ્યા હતા. થોડા દિવસો પહેલા પેપરાજીના સવાલ પર પ્રતિક્રિયા આપતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું – તમે મને રાજનીતિ અંગેના પ્રશ્નો પૂછો,

પરિણીત સાથે જોડાયેલા પ્રશ્નો ન પૂછો. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પરિણીતી ચોપરા ગુરુવારે દિલ્હી ગઇ હતી અને આ દરમિયાન રાઘવ ચઢ્ઢા તેને એરપોર્ટ પર રિસીવ કરવા પણ પહોંચ્યા હતા. થોડા દિવસો પહેલા પરિણીતી ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર પણ જોવા મળી હતી અને તે બાદથી જોરોશોરોથી ચર્ચા ચાલી કે પરિણીતિ લગ્ન કરવા જઇ રહી છે. ત્યારે હવે પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાના લગ્નને લઈને એક મોટા સમાચાર આવ્યા છે.

સિંગર હાર્ડી સંધુએ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન પર મહોર મારી દીધી છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આવું અમે આ નથી કહી રહ્યા, પણ અભિનેતા અને સિંગર હાર્ડી સંધુ કહી રહ્યો છે. તેણે કન્ફર્મ કર્યું કે અભિનેત્રી હવે તેના જીવનમાં સેટલ થવા જઈ રહી છે. સિંગર અને એક્ટર હાર્ડી સંધુએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

સિંગરે કહ્યું, ‘હું ખૂબ જ ખુશ છું કે આખરે આવું થઈ રહ્યું છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.’ ડીએનએ સાથેની વાતચીતમાં હાર્ડી સંધુએ શેર કર્યું કે જ્યારે તે તેની 2022ની સ્પાઇ-થ્રિલર ‘કોડ નેમ: તિરંગા’નું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેના લગ્ન વિશે ચર્ચા થઈ હતી. સિંગરે કહ્યું, ‘જ્યારે અમે કોડ નેમ: તિરંગા માટે શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે અમે લગ્નની ચર્ચા કરતા હતા અને પછી તે કહેતી કે હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને લાગશે કે મને યોગ્ય વ્યક્તિ મળી ગયો છે. સિંગરે પુષ્ટિ કરી કે તેણે પરિણીતી સાથે વાત કરી છે અને ફોન પર તેને અભિનંદન પાઠવ્યા છે.

Shah Jina