લોકો આજકાલ નોકરી પાછળ ભાગે છે પણ રોહતકના એક ખેડૂતે નોકરીને મહત્વ ન આપતા ખેતીમાં ફાયદો કરવાનું વિચાર્યું. આ ખેડૂતે બીજા ખેડૂતો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ બન્યો છે. અમે વાત કરી રહ્યા છીએ સુનારીયા ગામના રહેવાસી જીલે સિંહ અને તેમને પુત્ર દીપકની. તેઓ સ્ટ્રોબેરીની ખેતી કરીને પ્રતિ એકડ 12 લાખ રૂપિયા સુધી કમાય છે.

21 વર્ષ પહેલા જીલે સિંહે આધુનિક ખેતી અપનાવી હતી. તેમને સરકારી લોન લઈને બે એકરમાં સ્ટ્રોબેરીની ખેતી કરી હતી. તેમને જણાવ્યું કે સ્ટોબેરીની ખેતી પહેલા તેમનો પરિવાર ખુબ ગરીબ હતો. હવે તેમનો પરિવાર સધ્ધર થઇ ગયો છે. હવે તેમનો પુત્ર દિપક પણ સ્ટોબેરીની ખેતી સંભાળે છે. હવે તેઓ 30 એકડ જમીનના પણ માલિક છે.
તેમની આ સ્ટ્રોબેરીની ખેતીથી કેટલાક મજૂરોને રોજગારી પણ મળી છે. જીલે સિંહે પોતાના ખેતરમાં 30થી વધારે મજૂરો રાખ્યા છે. તેમને સરકાર પાસેથી લીધેલી 10 લાખની લોન ત્રણ વર્ષમાં જ ચૂકવી દીધી હતી. સ્ટ્રોબેરીના પાક પહેલા ખેતર તૈયાર કરવામાં આવે છે. એમાંથી કેટલાક ભાગ પાડવામાં આવે છે. એક એકરમાં લગભગ 25 હજાર છોડ નાખવામાં આવે છે. આ છોડ સારા થાય તે માટે લીલા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.

દીપકે જણાવ્યું કે સપ્ટેમ્બરમાં સ્ટ્રોબેરીના છોડ લગાવીએ છીએ. જેના પર ડિસેમ્બરથી ફળ આવવાના શરુ થઇ જાય છે. માર્ચ સુધી ફળ આવી જાય છે. તેમને જણાવ્યું કે છોડ લગાવ્યાના મહિના સુધી ટપક સિંચાઈ કરીએ છીએ.
ચાલો જાણીએ સ્ટ્રોબેરીનો પાક કેવી રીતે ઉગાડવાનો:
સ્ટ્રોબેરીની મુખ્ય જાતો: ભારતમાં સ્ટ્રોબેરીની વિવિધ જાતો બહારથી મંગાવવી પડે છે.
સ્ટ્રોબેરીની ખેતી માટે જમીન અને વાતાવરણ: કોઈ પણ માટીમાં થઇ શકે પણ લોમ માટી વધારે સારી ગણાય. આ ખેતી માટે 5.0 થી 6.0 phવાળી માટી અને સ્ટ્રોબેરીના છોડના 20થી 30 ડિગ્રી તાપમાન જોઈએ.
ખેતર કેવી રીતે તૈયાર કરવું: સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં 3 વાર ખેડીને હેકટર દીઠ 75 ટન સારું સડેલું ખાતર માટીમાં નાખવું.

સિંચાઈ: છોડ વાવ્યા પછી સમય સમય પર ભેજ જોતા રહેવું. તમે ફુવારા વડે સિંચાઈ કરી શકો છે અને ફળ આવ્યા પછી ટપક વિધિનો ઉપયોગ કરી શકો.
સ્ટ્રોબેરીને કેવી રીતે તોડવી: જ્યારે ફળનો રંગ 70% જેવો અસલી જોવો થઇ જાય ત્યારે તોડી લેવો.
પેકીંગ: સ્ટ્રોબેરીનું પેકીંગ પ્લાસ્ટિકની પ્લેટમાં કરવી જોઈએ જે કાણાવાળી હોય જેથી હવાની અવરજવર થઇ શકે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks