હેલ્થ

કિડની બચશે તો જીવન બચશે, આજથી જ છોડી દો આ 5 ખરાબ કુટેવો

કિડની શરીરનું એક મહત્વનું અંગ છે, જે શરીરમાં જમા થતા ઝેરીલા પદાર્થોને મુત્રમાર્ગે બહાર કાઢવામાં ખુબ જ મદદગાર બને છે, પરંતુ આપણી કેટલીક ખરાબ આદતો આપણી કિડનીને બગાડવામાં મહત્વનો ભાગ ભજવે છે, કિડની જયારે ખરાબ થાય ત્યારે ડોક્ટર ડાયાલીસીસ કરવાની પણ સલાહ આપતા હોય છે, પરંતુ જો આ બધી મુસીબતોમાંથી બચવું હોય તો આપણે કેટલીક આદતો છોડવી પડે છે અને કેટલીક વસ્તુઓ સપ્રમાણમાં લેવામાં આવે તો કિડનીની તકલીફ ઉદ્ભવતી નથી.

Image Source

આજે અમે તમને એવી જ 5 વસ્તુઓ બતાવવાના છીએ જેનો ઉપયોગ તમે ઓછો કરશો અથવા સાવ બંધ કરી દેશો તો તમારી કિડની પણ એકદમ સ્વસ્થ રહેશે. તો ચાલો જાણીએ કઈ રીતે તમે તમારી કિડનીને ખરાબ થતા અટકાવી શકો છો.

Image Source

પેઈન કિલરનો ઉપયોગ ટાળો:
આપણને જયારે શરીરમાં કોઈ જગ્યાએ દુખાવો થાય કે સામાન્ય માથું પણ દુખતું હોય ત્યારે આપણે પેઈન કિલરની ગોળી લેતા હોઈએ છીએ, પરંતુ તમને જણાવી દઈએ કે ભલે પેઈન કિલરની ગોળી તમને એ દુખાવામાં રાહત આપતી હોય પરંતુ લાંબા ગાળે એ તમારી કિડની ઉપર પણ અસર કરે છે. જે લોકોને પેઈન કિલર લેવાની આદત પડી ગઈ છે એ લોકોને લાંબા સમયે કિડનીની સમસ્યા ઉદભવે છે. ડોક્ટરની સલાહ વિના પેઈન કિલર ક્યારેય  ના લેવી જોઈએ। પેઈન કિલર કિડની માટે ખુબ જ હાનિકારક છે.

Image Source

ધૂર્મપાન અને નશીલી વસ્તુઓથી રહો દૂર:
આજે આપણે મોટાભાગના શહેરોમાં જોઈએ છીએ કે ધુમ્રપાન અને નશીલી વસ્તુઓના આદિ ઘણા લોકો થઇ ગયા છે, ઘણી જગ્યાએતો હવે યુવતીઓ અને સ્ત્રીઓ પણ આની ચપેટમાં આવી ગઈ છે. પરંતુ આ આદતો કિડની માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. તમ્બાકુ, ધુમ્રપાન, દારૂ જેવા નશીલા પદાર્થો થોડા જ સમયમાં કિડનીના ખરાબ થવાનું કારણ બની જાય છે. આજના સમયમાં ખાસ યુવા વર્ગ આવા વ્યસનોની ચપેટમાં આવી ગયો છે ત્યારે જો તમે તમારી કિડનીને સ્વસ્થ રાખવા માંગતા હોય તો આ વ્યસનોથી દૂર રહેવું જોઈએ.

Image Source

ગળી વસ્તુનું સેવન ઓછું કરવું:
મોટાભાગના લોકોને ગળ્યું ખાવાની આદત હોય છે, અને આપણે ત્યાં તો કહેવત પણ છે. “ગળ્યું એટલું ગળ્યું, બાકી બધું બળ્યું” પરંતુ વધારે પડતું ગળ્યું ખાનારાઓ માટે ચેતવનો સમય છે કારણ કે વધારે પડતું ગળ્યું ખાવાના કારણે શરીરમાં સોડિયમ અને શુગરનું પ્રમાણ વધે છે જેના કારણે કિડનીને તેને ફિલ્ટર કરવામાં વધારે પડતું દબાણ વેઠવું પડે છે. આજ કારણથી કિડનીની તકલીફ સામે આવવા લાગે છે અને કિડની ખરાબ થવાની સમસ્યા પણ સર્જાય છે. જો તમને પણ વધારે ગળ્યું ખાવાની ટેવ હોય તો આજે જ આ ટેવને ઓછી કરી શકો છો.

Image Source

મસાલેદાર અને નોનવેજ ઓછું ખાવું:
દરેક વ્યક્તિની મસાલેદાર અને ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે, પરંતુ આ શોખ આપણને ભવિષ્યમાં મોંઘો પડી શકે છે, નોને વેજ ખાનારા લોકોએ પણ આ વાત ધ્યાને રાખવા જેવી છે. વધારે પ્રમાણમાં માણસ, માછલી, ચિકન ખાવાના કારણે પણ કિડનીની સમસ્યા સર્જાઈ શકે છે. માટે હંમેશા મસાલેદાર અને નોનવેજ માપસર ખાવાનું રાખવું જોઈએ, આ સિવાય તમે સારા ફ્રુડ અને લીલા શાકભાજી ખાઈને પણ કિડનીને સ્વસ્થ રાખી શકો છો.

Image Source

મીઠું ખાવ ઓછું:
નામ ભલે મીઠું હોય પરંતુ અંદર ઘણી ખારાશ રહેલી છે અને દરેક વસ્તુ મીઠા વિના અધૂરી જ લાગે, પરંતુ વધુ પડતું મીઠું ખાનારા લોકોએ પણ ચેતવણી જરૂર છે, વધુ પડતું મીઠું ખાવાના કારણ પણ કિડનીની સમસ્યા સર્જાઈ શકે છે. મીઠાનું વધુ ઉપયોગ બીપીની સમસ્યામાં વધારો કરે છે અને પછી એ કિડની ઉપર પણ અસર કરવા લાગે છે. માટે ખોરાકમાં આજથી જ મીઠાનો ઉપયોગ માપસર અથવા ઓછા પ્રમાણમાં કરી દેવો જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.