ફિટનેસની દુનિયામાં એક ખૂબ જ પ્રખ્યાત નામ એટલે સપના વ્યાસ પટેલ. ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની દીકરી સપના વ્યાસ પટેલ સોશિયલ મીડિયા પર તેની ફિટનેસને કારણે ખૂબ જ ચર્ચાઓમાં રહે છે. તેને કસરત અને યોગ્ય ડાયેટિંગ દ્વારા પોતાનું વજન ઘટાડ્યું હતું. અને હવે તે ભારતની સૌથી હોટ ફિટનેસ ટ્રેનર માનવામાં આવે છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ગાઈડ શેર કરી છે જેને ફોલો કરીને તમે 30 જ દિવસમાં પોતાના આહારમાંથી શુગરને દૂર કરી શકો છો. તો ચાલો જોઈએ કે કઈ રીતે 30 જ દિવસમાં પોતાની જીવનશૈલીમાંથી સ્ટેપ-બાય-સ્ટેપ શુગર ઘટાડી શકાય છે –

પહેલાથી સાતમા દિવસ દરમ્યાન –
- – તમારા ચા-કોફી જેવા ડ્રીંક્સમાંથી 10% ખાંડ ઘટાડો.
- – રોજિંદા આહારમાં એક સફરજન ઉમેરો (સફરજન તમારી ખાંડ ખાવાની વૃત્તિને કંટ્રોલ કરશે)
- – તમારા રોજિંદા આહારમાં પાણી સાથે વેહ પ્રોટીન ઉમેરો (પ્રોટીન તમારી ભૂખ મટાડશે)

આઠમાંથી પંદરમાં દિવસ સુધી –
- – તમારા ચા-કોફી જેવા ડ્રીંક્સમાંથી 50% ખાંડ ઘટાડો.
- – પહેલા, ત્રીજા અને પાંચમા દિવસે ચોકલેટ, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ જેવા વધુ શુગરયુક્ત આહાર લેવાનું ટાળો.
- – રોજિંદા જીવનમાં ગાજર, શક્કરિયા જેવા વધુ શુગરયુક્ત શાકભાજી લેવાનું શરુ કરો.
- – રોજ એક સફરજન ખાવાનું ચાલુ જ રાખો.
- – પાણી સાથે વેહ પ્રોટીન લેવાનું ચાલુ જ રાખો.

સોળમા દિવસથી તેવીસમા દિવસ સુધી –
- – તમારા ચા-કોફી જેવા ડ્રીંક્સમાંથી 80% ખાંડ ઘટાડો.
– - પહેલા, બીજા, ચોથા, પાંચમા અને સાતમા દિવસે ચોકલેટ, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ જેવા વધુ શુગરયુક્ત આહાર લેવાનું ટાળો.
- – જયારે ખાંડ ખાવાની ઈચ્છા થાય ત્યારે મીઠા ફળો જેમ કે દ્રાક્ષ, પાઈનેપલ ખાવાનું રાખો.
- – રોજિંદા જીવનમાં ગાજર, શક્કરિયા જેવા વધુ શુગરયુક્ત શાકભાજી લેવાનું ચાલુ જ રાખો.
- – રોજ એક સફરજન ખાવાનું ચાલુ જ રાખો.
- – પાણી સાથે વેહ પ્રોટીન લેવાનું ચાલુ જ રાખો.

ચોવીસમાં દિવસથી ત્રીસમા દિવસ સુધી –
- – તમારા ચા-કોફી જેવા ડ્રીંક્સમાં ખાંડ નાખવાનું બંધ કરો. (સખતપણે કોઈ પણ પ્રકારે ખાંડ ન લેવી)
- – ચોકલેટ, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ જેવા વધુ શુગરયુક્ત આહાર લેવાનું ટાળો. (કોઈ પણ શર્કરાયુકત વાનગી લેવાની સખતપણે બંધ કરી દો)
- – જયારે ખાંડ ખાવાની ઈચ્છા થાય ત્યારે મીઠા ફળો જેમ કે દ્રાક્ષ, પાઈનેપલ ખાવાનું રાખો.
- – રોજિંદા જીવનમાં ગાજર, શક્કરિયા જેવા વધુ શુગરયુક્ત શાકભાજી લેવાનું ચાલુ જ રાખો.
- – રોજ એક સફરજન ખાવાનું ચાલુ જ રાખો.
- – પાણી સાથે વેહ પ્રોટીન લેવાનું ચાલુ જ રાખો.
રોજિંદા જીવનમાં ખાંડ ખાવાનું બંધ કરવા માટે સપના વ્યાસ પટેલનો આ અકસીર ઉપાય છે. તમે પણ આજે જ ટ્રાય કરો.
Source: Sapna Vyas Instagramઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.