મનોરંજન

નેહા કક્કર સાથેના લગ્નને લઈને આદિત્ય નારાયણે શું કર્યો મોટો ખુલાસો? જાણીને ધ્રાસ્કો લાગશે

નેહા કક્કર અને આદિત્ય નારાયણે ઈન્ડિયન આઇડલ શોમાં લગ્ન કર્યા, જેના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે. નેહા અને આદિત્ય આમાં ફેરા લેતા જોવા મળ્યા હતા. લગ્નનો આખો મંડપ ‘ઇન્ડિયન આઇડલ 11’ ના સેટ પર લગાવ્યો હતો. લગ્નમાં જાનૈયા શોના સ્પર્ધક હતા. તો શોના જજ હિમેશ રેશમિયાની પત્ની સોનિયા, આદિત્ય અને નેહા માટે ગિફ્ટ્સ લઈને પહોંચ્યા હતા. તેમના લગ્નની ખબરો ઘણા લાંબા સમયથી સમાચારોમાં હતી. જો કે, બંનેમાંથી કોઈએ પણ ક્યારેય આ વિષય પર ખુલીને વાત નથી કરી.

Image Source

સોશિયલ મીડિયા પર લગ્નના વાયરલ થયેલા ફોટોઝ અને વીડિયો વચ્ચે હવે આદિત્યએ લગ્નને લઈને નિવેદન આપ્યું છે. આદિત્યએ કહ્યું, ‘જો હું મારા જીવનનો આટલો મોટો નિર્ણય લઈશ, તો હું જાતે તેની જાહેરાત કરીશ. લગ્ન મારા માટે મોટો નિર્ણય છે. હું તેને છુપાવીશ નહીં. સત્ય એ છે કે આ બધું એક મજાક તરીકે શરૂ થયું હતું. જેને લોકોએ ગંભીરતાથી લીધું હતું.’

Image Source

આદિત્યએ આગળ કહ્યું, ‘થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર ઘણું ચાલતું હતું જે બધું ખોટું છે. સત્ય જાણવા કોઈ મીડિયા પર્સન અમારી પાસે આવ્યું નથી. આ બધું ફક્ત એક રિયાલિટી શોની ટીઆરપી માટે કરવામાં આવ્યું હતું. અમે એ બધું કર્યું જે શોના નિર્માતાઓએ અમને કરવાનું કહ્યું. પરંતુ તે બધું જ મજાકમાં હતું.’

Image Source

કેટલાક દિવસો પહેલા જ નેહા અને આદિત્યના લગ્ન અંગે ઉદિત નારાયણનું નિવેદન પણ સામે આવ્યું હતું. એક વેબસાઇટ સાથે વાત કરતાં ઉદિત નારાયણે કહ્યું હતું કે, ‘આદિત્ય અમારો એકમાત્ર પુત્ર છે. અમે તેના લગ્નની રાહ જોઈ રહ્યા છીએ. જો લગ્નની અફવા સાચી હોય, તો અમે વિશ્વના સૌથી ખુશ માતાપિતા હોઈશું.

Image Source

પરંતુ આદિત્યએ આ વિશે કશું કહ્યું નથી. લિન્ક-અપ અને લગ્નની અફવાઓ ફક્ત ઇન્ડિયન આઇડલની ટીઆરપી વધારવા માટે છે. કારણ કે નેહા આ શોની જજ છે અને આદિત્ય એંકર છે. નેહા ખૂબ સારી છોકરી છે. અમને તેને પુત્રવધૂ તરીકે સ્વીકારવામાં કોઈ ખચકાટ નહીં આવે. ‘

Image Source

જણાવી દઈએ કે તાજેતરમાં જ નેહા અને આદિત્યનું એક વીડિયો સોંગ રિલીઝ થયું હતું. આ ગીતનું નામ ગોવા બીચ છે. આ ગીતનું દિગ્દર્શન નેહાના ભાઈ ટોની કક્કરે કર્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.