અજબગજબ ખબર

કેન્દ્ર સરકારની મદદથી શરૂ કરો આ નફો કમાઈ શકાય તેવા વ્યવસાય, દર મહિને કમાશો 70 હજાર રૂપિયા

આજે દેશમાં બેકારીની સમસ્યા વધી છે ત્યારે દરેક વ્યક્તિ કમાણીના નવા સાધનો શોધી રહ્યા છે, વળી લોકડાઉનના કારણે ઘણા લોકોની નોકરી પણ ચાલી ગઈ છે જેના કારણે તે હવે નાનો મોટો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા હશે, ત્યારે કેન્દ્ર સરકારની એક યોજના, મુદ્રા યોજના હેઠળ તમે લોન લઈને ડેરી પ્રોડક્ટ્સનો એક સારો વ્યવસાય કરી શકો છો, જેની અંદર પુષ્કળ કમાણી છે. ચાલો જોઈએ કેવી રીતે.

Image Source

સરકાર કરે છે મદદ:
આ વ્યવસાય કરવા માટે સરકાની મુદ્રા યોજના હેઠળ તમે લોન લઇ શકો છો આ ઉપરાં સરકાર તમને આ વ્યવસાય વિશે માહિતગાર પણ કરે છે, આ વ્યવસાય કરવા માટે તમારે 5 લાખ રૂપિયાની જરૂર પડશે, અને સાથે આવકની વાત કરીએ તો દર મહિને તમે 70 હજાર જેટલી આવક મેળવી શકો છો.

Image Source

કેટલો આવશે પ્રોજેક્ટનો ખર્ચ:
આ પ્રોજેક્ટમાં તમે ફેલવર મિલ્ક, દહીં, છાશ તેમજ ઘી બનાવીને વેચી શકો છો. આ પ્રોજેક્ટનો 16  લાખ 50 હજાર રૂપિયા જેવો આવશે, જેમાંથી 5 લાખ રૂપિયાની જ વ્યવસ્થા તમારે કરવાની રહેશેમ બાકી 70 ટકા રકમ તમને મુદ્રા યોજના હેઠળ મળી જશે. બેંક તમને ટર્મ લોન હેઠળ 7.5 લાખ રૂપિયા અને વર્કિંગ કેપિટલના રૂપમાં 4 લાખ રૂપિયા સહાય કરશે.

Image Source

કાચા માલ માટેનો ખર્ચ:
પ્રોજેક્ટ રિપોર્ટ પ્રમાણે જોઈએ તો તમારે દર મહિને 12 હજાર 500 લીટર કાચું દૂધ લેવાનું રહેશે, જયારે 1000 કિલો ખાંડ ખરીદવાની રહેશે. આ ઉપરાંત 200 કિલોગ્રામ ફ્લેવર અને 625 કિલોગ્રામ તીખાશ અને મીઠાની પણ વ્યવસ્થા કરવાની રહેશે.  આ બધી જ વસ્તુઓનો માસિક ખર્ચ 4 લાખ રૂપિયા સરેરાશ થશે.

Image Source

કેટલું થશે ટર્નઓવર:
પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર જોઈએ તો તમે વર્ષ દરમિયાન 75 હજાર લીટર ફ્લેવર મિલ્ક વેચી શકો છો, ઉપરાંત 36 હજાર લીટર દહીં, 90 હજાર લીટર છાસ, 4500 કિલોગ્રામ ઘી બનાવીને વેચી શકો છો. જેનાથી તમારું 82 લાખ 50 જેટલું ત્રણ ઓવર થઇ શકે છે.

Image Source

કેટલા થશે નફો:
જો તમે 82 લાખ 50 હજારનું વાર્ષિક ટર્નઓવર કરો છો તો મારો વાર્ષિક ખર્ચ 74 લાખ 40 હજાર રૂપિયા જેટલો થશે. જેની અંદર તમારી લોન અને વ્યાજના હપ્તા પણ ઉમેરાયેલા છે, એ રીતે જોવા જઈએ તો તમને વાર્ષિક 8 લાખ 10 હજાર જેવો નફો થઇ શકે છે.