ફિલ્મી દુનિયા

ઘરના નોકરોને પણ પરિવારની જેમ રાખે છે આ સિતારાઓ, નંબર ત્રણે તો આપ્યા 1 કરોડ રૂપિયા, જાણો બધા વિષે

આપણા ઘરે કોઈ માણસ જો વર્ષોથી કામ કરતુ હોય તો તે પોતાના પરિવારના સદસ્ય જેવું બની જાય છે, આવું જ બોલીવુડમાં પણ છે. બોલીવુડના કેટલાક સ્ટાર્સના ઘરમાં ઘણા એવા નોકર છે જે વર્ષોથી કામ કરી રહ્યા છે અને આજે તે તેમના પરિવારના સદસ્યો બની ગયા છે. એક પરિવારની જેમ તે પોતાના નોકરોને પણ સાચવે છે. આજે આપણે એવા જ કેટલાક સિતારાઓ વિષે જાણીશું જેમના ઘરના નોકર નહીં પરંતુ પરિવારના સભ્ય છે.

Image Source

સલમાન ખાન:
આ લિસ્ટમાં પહેલું નામ અભિનેતા સલમાન ખાનનું છે, સલમાન તેના પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના કારણે વધુ ઓળખાય છે. તેના ઘરમાં આમતો ઘણા બધા નોકર છે, પરંતુ એક ખાસ નોકર છે જે તેમના પરિવારનો સભ્ય બની ગયો છે. છેલ્લા 50 વર્ષથી તે સલમાનના ઘરમાં કામ કરી રહ્યો છે. અને સલમાનનો પરિવાર પણ તેને ખાસ આદર આપે છે.

Image Source

સૈફ અલી ખાન:
સાફ અલી ખાન એક નવાબ પરિવારથી આવે છે. અને એટલે જ તેને છોટે નવાબ તરીકે પણ ઓળખવામાં આવૅ છે. સૈફ અલી ખાન પણ પોતાના ઘરના નોકરોને નોકરની જેમ નથી રાખતો, તે લોકોની સંભાળ રાખે છે તેમની મુશ્કેલીઓને પણ સાંભળે છે.

Image Source

આલિયા ભટ્ટ:
અભિનેત્રી આલિયા ભટ્ટ પણ પોતાના નોકરો સાથે ખુબ જ સારો વ્યવહાર રાખે છે. થોડા સમય પહેલા જ આલિયાએ પોતાના ડ્રાઈવર અને હેલ્પરને 50-50 લાખ રૂપિયાની પણ શક્યતા કરી હતી, કારણ કે તે ઇચ્છતી હતી કે તેમના નોકરો પણ મુંબઈમાં ઘર લે.

Image Source

ધર્મેન્દ્ર:
ધર્મેદ્રના પરિવારમાં પણ નોકરો સાથે ખુબ સારો વ્યવહાર કરવામાં આવે છે. નોકરોને દેઓલ પરિવાર પોતાના સદસ્ય  જ માને છે, તેમની વાત પણ સાંભળે છે અને તકલીફમાં સાથ પણ આપે છે.

Image Source

દીપિકા પાદુકોણ:
દીપિકા પણ બોલીવુડના એ સીતારાઓમાં છે જે પોતાના નોકરોની સારી દેખરેખ રાખે છે. દીપિકા પોતાના નોકરો સાથે પ્રેમાળ સ્વભાવથી જ વર્તે છે, અને તેમનું ખાસ ધ્યાન રાખે છે.

Image Source

જ્હાન્વી કપૂર:
અભિનેત્રી શ્રીદેવ પણ પોતાના નોકરો સાથે ખુબ જ સારી રીતે વર્તન કરતી હતી અને હવે એજ ગુણ તેની દીકરી જ્હાન્વીમાં પણ જોવા મળે છે. જ્હાન્વી પણ નોકરોની ખુબ જ સારી રીતે દેખરેખ રાખે છે.

Image Source

મલાઈકા અરોરા:
મલાઈકા પણ પોતાના ઘરના નોકરોની ખુબ જ સારી દેખરેખ રાખે છે. તેને તો પોતાના નોકરોનું મેડિકલ બિલ પણ ચૂક્યું છે. મલાઈકાએ જ એકે વખત કહ્યું હતું કે તેના ઘરમાં બધા જ નોકર મહિલા છે અને વયસ્ક છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.