મર્સીડીઝ કારની ટક્કરથી ડીલેવરી બોયનું મૃત્યુ, સોનુ સુદ આવ્યો મેદાનમાં અને કર્યું આ મોટું કામ
બૉલીવુડ અભિનેતા સોનુ સુદ લોકોને મદદ કરવામાં હંમેશા અગ્રેસર રહેતો હોય છે. હાલમાં જ એક એવી ઘટનામાં પણ સોનુ સુદ મદદ માટે આગળ આવ્યો હોવાનું સામે આવ્યું છે. મુંબઈના ઓશિવારા વિસ્તારની અંદર એક બેકાબુ મર્સીડીઝ કારે બાઈક સવારને ટક્કર મારતા બાઈક સવારનું મૃત્યુ થયું હતું.

પોલીસે કાર અને ડ્રાઈવરની ધરપકડ કરી હતી. જાણકારી પ્રમાણે આ મર્સીડીઝ કારે એક ડીલેવરી બોયને ટક્કર મારી હતી. જે વ્યક્તિનું મૃત્યુ થયું તેનું નામ સતીશ હતું. જયારે આ ઘટના બની ત્યારે સતિષ પરસાળની ડીલેવરી આપવા માટે જઈ રહ્યો હતો. આ સમગ્ર ઘટના ગુરુવાર રાત્રે અઢી વાગ્યાની આસપાસની છે.સતીષની ઉંમર 19 વર્ષની હતી. ત્યારે આ કારને પણ એક બિઝનેસમેનનો 19 વર્ષનો છોકરો ચલાવી રહ્યો હતો.

આ ઘટના બાદ અભિનેતા સોનુ સુદ પીડિતના પરિવારને મળવા માટે પહોંચ્યો હતો. અને તેના પરિવારને મદદ કરવાનું આશ્વાસન સાથે સતીષને ન્યાય અપાવવાનો પણ વિશ્વાસ આપાવ્યો હતો.