ખબર

જામનગરમાં મસાજની આડમાં પુરુષોની હવસ બુજાવાનો ધંધો ઝડપાયો, પોલીસે રેડ પડી તો અંદરથી એવું એવું માંડ્યું કે….

જામનગરમાં જોલી બંગલા પાસે કુટણખાનું ઝડપાયું, પોલીસે રેડ પાડીને અંદર જોયું તો હોંશ ઉડી ગયા

ગુજરાતમાંથી ઘણીવાર સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર તવાઇ બોલાવવામાં આવે છે અને આ દરમિયાન ઘણી રૂપલલનાઓ સહિત ગ્રાહકો અને કુટણખાના ચલાવનાર સંચાલક ઝડપાઇ પણ જતા હોય છે. ત્યારે હાલમાં જામનગરમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો, જેમાં જોલી બંગલા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી સ્પા એન્ડ સલુનની આડમાં ચાલતા ફૂટણખાનાનો પર્દાફાશ થયો અને આ કાર્યવાહીમાં કુટણખાનું ચલાવનાર સંચાલકને ઝડપી જામનગર એલસીબી પોલીસે તપાસ હાથ ધરી.

LCBએ ડમી ગ્રાહક મોકલીને કુટણખાના પર દરોડો પાડ્યો હતો અને દિલ્લીની બે અને જામનગરની એક યુવતીને છોડાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં દિગ્વિજય પ્લોટ-6, જોલી બંગલા પાસે આવેલ કોમ્પ્લેક્ષમાં બીજા માળે છેલ્લા ઘણાં સમયથી મસાજની આડમાં લક્સ બ્યુટી એન્ડ સલુન સ્પાના નામે રાજ્ય બહારની મહિલાઓ બોલાવી કૂટણખાનું ચલાવવામાં આવતુ હોવાની બાતમી એલસીબીને મળી હતી,

આ બાતમીને આધારે દરોડો પાડી વડોદરાના અમીત સંચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો અને સંચાલકની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, ગુજરાતમાંથી ઘણી જગ્યાએ સ્પાની આડમાં ગોરખધંધાઓ ચાલતા હોય છે અને આવી માહિતી કે બાતમી મળતા પોલીસ અવારનવાર દરોડાઓ પણ પાડે છે અને કૂટણખાનાનો પર્દાફાશ કરે છે.