લેખકની કલમે

“Sorry” મમ્મી-પપ્પા મેં તમારા કન્યાદાનનો હક છીનવી લીધો…

અને હું નાની હતી. ત્યારે તમે અને મમ્મી બન્ને મારી માટે બહુ જ કેર કરતા હતા. મારી નાની નાની આંગળીઓ પકડીને તમે મને ચલાવતા નાની-નાની પાપા પગલી ભરતી , તમારી તરફ દોડી ને આવતી..

મને તો ત્યારે એવું જ લાગતું કે મારી દુનિયા તમે જ છો. ક્યારેય મને પડવા નથી દીધી , જ્યારે સ્કૂલમાં જતી થઈ, ત્યારે પપ્પા તમે મને દરરોજ સ્કુલે મુકવા આવતા હતા. સ્કૂલેથી આવીને મમ્મી મને ભણાવતી હતી. આવતીકાલે જ સ્કૂલમાં ચાલવાનું હોય તે આજે જ મમ્મી મને તૈયાર કરાવી દેતી. જ્યારે હું મુસીબતમાં હોય ત્યારે બંને નું નામ મારા મોઢામાં આવતું, તરત જ મુસીબત જતી રહેતી. કોલેજમાં ફર્સ્ટ ડે હતો. નોટીસબોર્ડ પર મારું નામ જવું એટલે ખબર પડી કે આ ક્લાસમાં બેસવાનું છે.

જેવુ ક્લાસ માં પ્રવેશ કરે તો જોયું કે ક્લાસમાં 10 જ છોકરીઓ હતી. પહેલો દિવસ હોવાથી હું કોઈ જ છોકરીઓને ઓળખતી ન હતી. ધીમેધીમે સેમિસ્ટર શરૂ થયું અને એકઝામ નો સમય આવી ગયો. રિઝલ્ટ આવ્યું હતું, આરવ મહેતા ફર્સ્ટ નંબર હતો, આરોહી ભટ્ટ સેકન્ડ નંબર હતો. તમારો સેકન્ડ નંબર જોઈને હું ખૂબ દુઃખી થઈ ખૂબ ગુસ્સે ભરાઈ હતી. મને તે first નંબરના આરામ પર ખુબ જ ગુસ્સો આવતો હતો. હું જ્યારે તેની સામે જુઓ તે હંમેશાં પોતાના ફેસ પર સ્માઈલ રાખતો. ક્યારેય પણ તેને પોતાના first નંબર નું અભિમાન ન હતું. એક દિવસ એવું થયું કે એક્ઝામનો દિવસ હતો હું અને આરવ બંને એક જ ક્લાસમાં હતા, અચાનક જ મારી તબિયત બગડી અને હું કંઈ જ લખી ન શકી હતી. એ ટાઇમે બેન્ચ ઉપર માથું ઢાળી દીધું હતું,
અારવ ની નજર મારા ઉપર પડી , હું સૂતી હતી. ત્યારે તરત જ આરવે સરને કહ્યું કે સર, આરોહી બેંચ પર માથું નાખીને સુતી છે. કદાચ એની તબિયત બગડી લાગે છે. આરવને તેના પેપર કરતાં મારી ચિંતા વધારે હોય તેવું લાગતું હતું. સર આવ્યા, મને બે-ત્રણ વાર જગાડી, પણ હું ન જાગી. એટલા માટે આરવ દોડીને પાણી લેવા ગયો. પોતાના બેગમાંથી પાણી ની બોટલ કાઢી અને મારી પાસે આવ્યો. મેં પાણી પીધું અને મોઢું ધોયું. અને પેપર લખવા માંડી. માંડ પાસીંગ માર્ક જેટલું જ લખ્યું હતું.

આટલો હોશિયાર વ્યક્તિ પોતાનો પેપર છોડીને મારું ધ્યાન કેમ રાખી શકે એ વિચારોમાં હું ડૂબી ગઈ હતી.
રિઝલ્ટ માં હવે તેનો third નંબર હતો ત્યારે પણ તેની smile ફર્સ્ટ નંબરમાં હતી એટલી જ હતી. જરા પણ અભિમાન નહીં કે કંઈક ગુમાવ્યાનું દુઃખ નહીં. ધીરે-ધીરે દરરોજ મારી વાતો થતી ગઈ. અમે બંને એકબીજાને ભણવામાં મદદ કરવા માંડ્યા . આરવ ખુબજ હેલ્પફુલ નેચરનો હતો. ઘણા લોકોને મદદ કરવી ખૂબ ગમતી હતી.. ક્લાસમાં કોઈને પણ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન તે આપતો.

કોલેજનું છેલ્લું વર્ષ હતું એક દિવસ મમ્મી-પપ્પા બંને વાત કરતા હતા તે હવે આરોહી મોટી થઈ ગઈ છે અને તેની માટે એક છોકરાની વાત પણ આવી છે એ લોકો આ ડિસેમ્બરમાં અમેરિકાથી આવવાના છે.
ત્યારે આરોહીના મનમાં થયું કે હું આ છોકરાને એક-બે મિટિંગમાં કેવી રીતે નક્કી કરી શકે તેવો છે.

આ બધી વાતો વચ્ચે કોલેજમાં પ્લેસમેન્ટ આવ્યું અને આરવને MNC માં જોબ મળી ગઈ.

તેમાં ડિસેમ્બર માસમાં પેલો છોકરો મને જોવા આવ્યો કે લોકોની હા પણ આવી ગઈ. જ્યારે છોકરા સાથે બીજી મિટીંગ માટે અમે બહાર ગયા ત્યારે તેને જોઈને મને કંઈક અલગ જ લાગતું હતું. મેં ભગવાને કીધું કે મને પપ્પા બરાબર નથી લાગતુ. પપ્પાએ મને કીધું કે બધું બરાબર જ છે બધું સારું જ છે કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. હું તારું સારું ઇચ્છું છું. પણ હું પપ્પાને કઈ રીતે કહી શકું કે આ છોકરો આરવ જેવો નથી. હિંમત કરીને મેં પપ્પાને કહી દીધું મને આરવ ગમે છે ત્યારે પપ્પા પહેલી વખત મારા પર ગુસ્સે થયા. પપ્પાને ક્યારે પણ ગુસ્સે થતાં જોયા નથી એટલા માટે હું ખુબ જ રડી પપ્પા ત્યારે બોલ્યા, એની સાથે લગ્ન કરવા હોય તો કરી દે પણ મારી સાથે સંબંધ ના રાખીશ. આજથી તુ મારી દીકરીને અને હું તારો બાપ નહી.
પપ્પાને આ રીતના દુઃખી થઈને હું ખુબ જ રડી. બીજા દિવસે મેં આરવને ફોન કર્યો. મેં આરવ મંદિરમાં બોલાવ્યો અને કહ્યું કે હવે લગ્ન કરવા છે. ત્યારે આરોવ પૂછ્યું કે શું ઘરે બધા માની ગયા ત્યારે મેં એને કીધું કે તું ખાલી આવી જાય.

સવારે બધા સુતા હતા વહેલી સવારે પાંચ વાગે એક ચિઠ્ઠી લખીને હું ઘરેથી નીકળી ગઈ.

*ડીઅર ફાધર,*
દુનિયાના બેસ્ટ પપ્પા,
sorry પપ્પા મેં આ પગલું લીધું છે, મને ખબર છે કે તમને લવમેરેજ નથી ગમતા. પણ પપ્પા મારે મારી વાત કોને કહેવી તમે મારી એક પણ વાત સાંભળવા રેડી ન હતા. આરવ ફર્સ્ટ સેમ થી મારી સાથે હતો. ભણવામાં ખૂબ જ હોશિયાર છે. એટલું જ નહીં પપ્પા તે મારું ખૂબ જ ધ્યાન રાખતો જેવી રીતે સ્કૂલમાં તમે અને મમ્મી મારું ખૂબ ધ્યાન રાખતા અને તમે મને ભણાવતા તેવી જ રીતે કોલેજમાં આવ્યા પછી તે મને ખુબજ હેલ્પ કરતો હતો. તમને ખબર છે એક એક્ઝામમાં હું તમને ઘરેથી કહીને જ નીકળી હતી કે ફેલ થઈશ આ પેપરમાં તે દિવસે આરવ નું પેપર હતું તેણે પોતાના પેપર ની તૈયારી છોડીને મને તપાસ કરાવી હતી. આરવ નો face જ્યારે પણ જાેવું ત્યારે મને તેમાં તમારો ચહેરો દેખાતો હતો પપ્પા. તમે જેવી રીતે દરેક વ્યક્તિને મદદ કરો છો તેવી રીતે આરવ પણ બધાને હેલ્પ કરતો. મારું પહેલેથી જ સપનું હતું કે મને જે છોકરો મળે એ મારા પપ્પા જેવો હોય. અને finally મારુ dream પૂરું થયું. પણ તમારું સપનું ક્યાંક રોળાઈ ગયું, દીકરીના મેરેજ ખૂબ ધામધૂમથી કરી સેવા સપના જોયાં હશે પપ્પા તમે, એ પૂરા નહીં થઈ શકે.
sorry મમ્મી-પપ્પા મેં તમાંરા કન્યાદાનનો હક છીનવી લીધો પણ પપ્પા આરવ તમારા જેવો જ છે તમારી copy છે એટલે હું ખૂબ ખુશ છું. અમને છોડવાનો ખૂબ જ દુઃખ છે. sorry પપ્પા.

👉🏻 *શું આરોહીના માતા પિતાએ ,આરોહીની વાતને સ્વીકારી?*

👉🏻 *જોકે શું દીકરીને તેઓ ભૂલી ચૂક્યા હતા?*

👉🏻 *આરોહીએ પોતાની મરજી વિરુદ્ધ નું પગલું લીધું એટલા માટે શું તેના મા-બાપ એને માફ નહીં કરે?*

👉🏻 *શું આરવ સારો છોકરો હશે?*

👉🏻 *શું થશે આ પરિવારનું હવે ,લાગણીના સંબંધો બંધાયેલા રહેશે, કે સંબંધો ની માયાજાળમાં ફસાઈ જશે*

👉🏻 *શું લગ્ન થયા પછી છોકરીઓ માટે એટલું બધું સહેલું છે પોતાના મા-બાપને ભૂલી જવું ?*

👉🏻 *શું આરોહીના મમ્મી-પપ્પાનું સ્થાન આરોહીના સાસુ-સસરા લઇ શકશે?*

સ્ટોરી વાંચવાનું ચૂકશો નહીં આવતા રવિવારે ભાગ-૨.
આરોહી નો અંત

લેખક – નિરાલી હર્ષિત
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

ભાગ-1 વાંચવા અહિયાં ક્લિક કરો –> “બાપ – દીકરી એક અદભુત સંબંધ” આરોહી બોલે કે પપ્પા શર્ટ સારો નથી લાગતો બદલી નાખો… તરત જ પપ્પાને આરોહી બીજો શર્ટ આપે