મનોરંજન

24 વર્ષ પહેલા કાર્ય હતા સોનુ સુદે લગ્ન, 2 બાળકોના છે પિતા, આ કારણે લાઇમ લાઇટથી દૂર રહે છે તેની પત્ની

દેશભરમાં લાગેલા કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં લાખો પ્રવાસી મજૂરો પોતાના વતન પહોંચવા માટે માથામાં કરી રહ્યા હતા ત્યારે આવા ઘણા મજૂરોની શક્ય માટે અભિનેતા સોનુ સુદ આગળ આવ્યા

અને તેમેને વતન પહોંચવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા તેમને કરી, અને એ લોકો માટે હવે સોનુ સુદ ભગવાન સમાન બની ગયા છે. સોનુ સુદનાં આ કામની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ જોરશોરથી ચાલી રહી છે, સોનુની પ્રસંશા ચારેય તરફ થતી જોવા મળે છે.

Image Source

સોનુ સુદનાં અંગત જીવન વિશે ઘણા ઓછા લોકો જાણે છે, સોનુ સુદનાં લગ્ન 24 વર્ષ પહેલા જ થઇ ગયા હતા અને તેમને બે બાળકો પણ છે, તેમની પત્ની વિશે પણ કોઈને ખાસ જાણ નથી કારણ કે તેમની પત્ની હંમેશા લાઇમલાઈટથી દૂર જ રહે છે, તેની પાછળ પણ એક કારણ છે.

Image Source

સોનુના લગ્ન 25 સપ્ટેમ્બર 1996ના રોજ થયા હતા. તેની પત્નીનું નામ સોનાલી છે, આ ઉપરાંત અત્યારે તેમને બે બાળકો પણ છે અયાન અને ઇશાંત. સોનુની પત્ની સોનાલીને લાઇમલાઈટથી દૂર રહેવાનું ગમેં છે અને તેના કારણે જ તે પબ્લિક ઇવેન્ટમાં પણ ઓછી નજર આવે છે.

Image Source

સોનાલીને ફિલ્મી દુનિયા સાથે કોઈપણ પ્રકારની લેવાદેવા નથી, અને તેના કારણે જ તે ખાસ જોવા નથી મળતી, બીજા અભિનેતાઓની પત્નીઓની જેમ તેના કારણે જ તે વધુ ચર્ચામાં પણ નથી આવતી. પરંતુ હા ગણેશ ઉત્સવ અને બીજા ધાર્મિક કાર્યક્રમોમાં તે સોનુ સાથે જોવા મળી જાય છે.

એ બંનેના લગ્નની એક ખાસ વાત એ છે કે સોનુ જયારે પંજાબી છે તો તેમની પત્ની તેલુગુ છે. સોનાલી જયારે નાગપુરની યશવંત રાય ચૌહાણ કોલેજમાં હતી ત્યારે જ સોનુ સાથે તેની મુલાકાત થઇ હતી. એક ઇન્ટરવ્યૂમાં સોનુએ જણાવ્યું હતું કે સોનાલી તેના જીવનમાં આવનાર પહેલી છોકરી છે અને તેની સાથે જ સોનુએ લગ્ન કર્યા છે.

તેમના લગ્નને 24 વર્ષનો સમય થઇ ગયો છે છતાં બંને વચ્ચેનો પ્રેમ અકબંધ છે અને હંમેશા એકબીજાને સાથ આપે છે.