ખબર

સોનુ સુદનો આભાર માનવા ગામના લોકો ભેગા થઇ ને બનાવ્યું તેનું મંદિર, તસવીરો જોઈને તમે પણ નમન કરશો

ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા અદા કરીને નામના મેળવનાર અભિનેતા સોનુ સુદ લોકડાઉન અને કોરોના મહામારી દરમિયાન એક સાચા હીરો તરીકે દેશમાં સામે આવ્યો, તેને ઘણા લોકોને લોકડાઉન દરમિયાન પોતાના વતનમાં પહોંચાવ્યાં અને હજુ પણ તે ઘણા લોકોની મદદ માટે આગળ આવી રહ્યો છે.

Image Source

સોશિયલ મીડિયાથી લઈને સોનુ સુદની સામે પણ ઘણા લોકો તેનો આભાર માનવાનું ચુકતા નથી. મોટાભાગના લોકો તો સોનુ સુદને ભગવાન જ માની રહ્યા છે ત્યારે તેલંગાણાના એક ગામના લોકોએ તેમના આ ભગવાન સોનુ સુદને હવે મંદિર બનાવીને તેમાં જ સ્થાપિત કરી દીધા છે.

Image Source

તેલંગાણાના ડુબ્બા ટાંડા ગામના ગ્રામજનોએ સિદ્દીપેટ જિલ્લા પ્રસાશનની મદદ દ્વારા ગામની અંદર સોનુ સૂદનું મંદિર બનાવ્યું. આ મંદિરની અંદર રવિવારના રોજ સોનુ સુદની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું. આ દરમિયાન આરતી પણ કરવામાં આવી અને પારંપરિક પરિધાન પહેરીને સ્થાનિક મહિલાઓએ લોક ગીતો પણ ગાયા.

Image Source

મંદિર સમિતિના સદસ્ય રમેશ કુમારનું કહેવું છે કે સોનુ સુદે દેશના બધા જ 28 રાજ્યોમાં લોકોની મદદ કરી. જેના કારણે અમારા ગામ તરફથી અમે તેમનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને ભગવાન તરફથી સોનુ સુદ માટે પ્રાર્થનાનું આયોજન પણ કર્યું.