ફિલ્મી દુનિયા

આલિયા ભટ્ટના ઘરે સ્વિમિંગ પુલમાં નીકળ્યો સાપ, સોશિયલ મીડિયામાં વિડીયો થઇ રહ્યો છે વાયરલ

અભિનેત્રી આલિયા ભટ્ટ બોલીવુડની ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી છે, તેની માતા સોની રાજદાન પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતી જોવા મળે છે. તે મોટાભાગે ટ્વિટર દ્વારા પોતાનો મત રજૂ કરતી હોય છે. ઘણા સામાજિક મુદ્દા ઉપર પોતાનો મત સ્પષ્ટ રીતે રાખતી હોય છે. હાલમાં જ સોની રાજદાને પોતાના ઇન્સ્ટગ્રામ ઉપર એક વિડીયો શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Image Source

આ વીડિયોની અંદર તેમના ઘરના સ્વિમિંગ પુલની અંદર સાપ જોવા મળી રહ્યો છે. આ વિડીયો શેર કરતા સોની રાજદાને લખ્યું છે કે અમારા પુલમાં આજે એક મહેમાન આવી ગયો છે. આ વિડીયો થોડો જૂનો છે પરંતુ અત્યાર સુધી આ વીડિયોને હજારો લોકોએ નિહાળી લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Soni Razdan (@sonirazdan) on

આ વીડિયોમાં સોનીએ લખ્યું છે કે “અમારા સ્વિમિંગ પુલમાં આજે મહેમાન આવ્યો. પહેલા પાણી પીવા માંગતો હતો અને પછી ડૂબકી લગાવી. અમે ત્યારબાદ તેને ઝાડીઓમાં પાછો જવા દીધો.”

 

View this post on Instagram

 

A post shared by Soni Razdan (@sonirazdan) on

આ સિવાય પણ સોનીએ બીજો એક વિડીયો પણ શેર કર્યો હતો જેની અંદર તેમને લખ્યું હતું કે: “પાણીમાં સાપનો બીજો ભાગ” આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાપ સ્વિમિંગ પુલના એક કિનારેથી નીકળી અને બીજા કિનારે ઝાડીઓમાં જઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Soni Razdan (@sonirazdan) on

સોની રાજદાને બોલીવુડની ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો છે. તે ફિલ્મ રાજીમાં પોતાની દીકરી આલિયા સાથે નજર આવી હતી. ફિલ્મો ઉપરાંત સોનીએ ઘણા ટીવી શો પણ કર્યા છે. પોતાના અભિનય કરતા પણ સોની રાજદાન પોતાના નિષ્પક્ષ વિચારો માટે જાણીતી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.