ફિલ્મી દુનિયા

નેપોટિઝમના મુદ્દા પર આલિયાની મા આવી મેદાનમાં..ઉઠાવ્યો સવાલ કે ‘જ્યારે તેમના બાળકો આવશે ત્યારે…’

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલીવુડની અંદર એક યુદ્ધ છેડાઈ ગયું છે, સોશિયલ મીડિયા ઉપર નેપોટિઝ્મ અને ડિસ્ક્રિમિનેશનને લઈને ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ બધામાં હવે અભિનેત્રી આલિયા ભટ્ટની મા સોની રાજદાન પણ જોડાઈ ગઈ છે.

Image Source

સોની રાજડાને એક ટ્વીટ કરીને કહ્યું કે: “એ લોકો જે નેપોટિઝ્મને લઈને હોબાળો મચાવી રહ્યા છે, તે શું પોતાના બાળકોને સપોર્ટ કરશે જ્યારે તેમના પોતાના બાળકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઇચ્છશે?” ડાયરેક્ટર હંસલ મહેતાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે: “નેપોટિઝ્મને લઈને ચર્ચા વધુ વ્યાપક થવી જોઈએ, મેરીટ સૌથી વધુ જોવામાં આવે છે.”

હંસલ મહેતાએ આગળ લખ્યું હતું કે :’મારા દીકરાને દરવાજાની અંદર પગ મુકવા દીધો મારા કારણે, અને કેમ નહીં, પરંતુ એ સર્વશ્રેષ્ઠ કામનો ભાગ રહ્યો છે, કારણ કે એ ટેલેન્ટેડ છે, ડિસિપ્લિન છે, મહેનતી છે અને એનામાં પણ મારા જેવા ગુણ છે. એટલા માટે નહિ કે એ મારો દીકરો છે.”

હંસલ મહેતાએ આગળ લખ્યું કે: “હું ફિલ્મો એટલા માટે નહિ બનવું કે હું પ્રોડ્યુસ કરીશ, પરંતુ એટલા માટે બનાવીશ કે તે તેન ડિઝર્વ કરે છે. તે પોતાની કેરિયર ત્યારે જ બનાવી શકશે જયારે તે સર્વાઇવ કરી શકશે. છેલ્લે તે પોતે જ તેનું કેરિયર બનાવવાનો છે ના કે તેના પિતા મારો પડછાયો તેનો સૌથી મોટો ફાયદો થઇ શકે છે તો સૌથી મોટું નુકશાન પણ.”

હાંસલની આ ટ્વીટનો જવાબ આપતા સોની રાજદાને પણ પોતાનો જવાબ આપ્યો હતો કે: “તમે કોના દીકરા છો કે દીકરી છો એ જાણીને લોકોની આશા વધારે બંધાઈ જાય છે. સાથે જ એ લોકો જે નેપોટિઝ્મને લઈને હોબાળો મચાવી રહ્યા છે, તે શું પોતાના બાળકોને સપોર્ટ કરશે જ્યારે તેમના પોતાના બાળકો ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઇચ્છશે?” શું તેઓ તેમને આમ કરતા રોકશે?”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.