ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી દુશ્મની ચાલતી આવી છે અને બોર્ડર ઉપર આપણા દેશના બહાદુર સિપાહીઓ પોતાના જીવના જોખમે દેશની રક્ષા પણ કરતા આવ્યા છે, ઘણા જવાનો દેશની સરહદ ઉપર પોતાના પ્રાણ પણ ન્યોછવાર કરી ચુક્યા છે, પરંતુ આ બંને દેશની દુશ્મની વચ્ચે ઘણીવાર એવી એવી ઘટનાઓ પણ બોર્ડર ઉપરથી સામે આવે છે, જે કોઈના પણ દિલ જીતી લે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
સમગ્ર વિશ્વમાં ભારતીય સંગીતના ચાહકો છે. પાકિસ્તાનમાં ભારતીય સંગીત અને ગીતો હંમેશા પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ હવે એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારું દિલ ખુશ થઈ જશે. આ વીડિયોએ સરહદ પર ઉભેલા ભારત અને પાકિસ્તાનની સેનાના જવાનોને એક કરી દીધા છે. આ વીડિયો ભારત પાકિસ્તાન બોર્ડરનો છે. વીડિયોમાં બંને દેશના સૈનિકો સરહદ પર તૈનાત જોવા મળે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય સેનાના જવાનો બોર્ડર પર પોતાની પોસ્ટમાં છે. આ દરમિયાન તે એક પંજાબી ગીતની મજા લેતા જોવા મળે છે. બંને દેશોની ચોકીઓ એટલી નજીક હતી કે પાકિસ્તાન આર્મીના સૈનિકો પણ આ ગીત સાંભળી શકતા હતા. આ પછી તે ગીત પર ભાંગડા પણ કરતા જોવા મળ્યા. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વીડિયો IPS HGS ધાલીવાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘ગીત બોર્ડર પર વાગતા, ભાગલાનું અંતર ખતમ કર્યુ.’ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બંને દેશોના સૈનિકો પોતપોતાની ચોકીઓ પર તૈનાત છે. આ દરમિયાન પંજાબી ગીત વાગી રહ્યું છે. આ ગીત સાંભળીને બંને દેશના સૈનિકો તેના પર ડાન્સ કરતા જોવા મળે છે.
Sidhu’s songs playing across the border! bridging the divide! pic.twitter.com/E3cOwpdRvn
— HGS Dhaliwal (@hgsdhaliwalips) August 25, 2022
તમે જોઈ શકો છો કે ગીત સાંભળીને ભારતીય સેનાના જવાન ડાન્સ કરે છે અને જ્યારે કેમેરા ઝૂમ થાય છે ત્યારે પાકિસ્તાની આર્મીના જવાનો પણ હાથ ઊંચા કરીને ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે. અને ઘણા લોકો આ વીડિયોને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.