ફિલ્મી દુનિયા

સુશાંતના મોત માટે ગર્લફ્રેન્ડને દોષી ઠેરવતા લોકો પર ભડકેલી સોનમ કપુરે કર્યું ટ્વીટ, નેપોટિઝ્મના કારણે ખુદ જ થઇ ગઈ ટ્રોલ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી આજે બધા જ લકો હેરાન છે. આખરે એવું તે શું કારણ હતું કે સુશાંત સિંહ રાજપૂત આ પગલું ભરવા માટે મજબુર થઇ ગયો હતો. સુશાંતના ઘરમાંથી કોઈ સુસાઇડ નોટ પણ નથી મળી રહી. સોમવારે તેનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો. સુશાંતને અંતિમ વિદાઈ આપવા માટે ઇન્ડસ્ટ્રીઝના સેલેબ્સ પણ પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by hatt be harami (@hatt_be_harami_) on

આ દરમિયાન સોનમ કપૂરે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે એક ટ્વીટ કર્યું છે જે વાયરલ થઈ રહ્યું છે. સોનમે તેના ટ્વિટમાં લખ્યું હતું- ‘કોઈની મૃત્યુ માટે તેની ગર્લફ્રેન્ડ, પૂર્વ ગર્લફ્રેન્ડ, પરિવાર અને કુલિગને દોષી ઠેરવવું અજ્ઞાનતા છે.’ સોનમે તે લોકો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં લખ્યું હતું કે જેઓ સુશાંતની આત્મહત્યા માટે તેની ગર્લફ્રેન્ડ્સ અને પૂર્વ ગર્લફ્રેન્ડને દોષી ઠેરવી રહ્યા છે.

જોકે આ ટ્વિટ પછી સોશ્યલ મીડિયામાં પણ અનેક પ્રકારના પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા યુઝર્સે નેપોટિઝમનો મુદ્દો ઉઠાવીને સોનમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે લખ્યું- હેલો મેડમ, હું તમને યાદ અપાવવા માંગુ છું કે તમે અત્યાર સુધીમાં 12 ફિલ્મો કરી છે. આમાં તમને 10 એવોર્ડ પણ જીત્યો હતો. નીરજા સિવાય તમે એક પણ એવોર્ડ ડિઝર્વ કરતા ના હતા.

 

View this post on Instagram

 

A post shared by Mahfooza (@m.a.h.f.o.o.z.a) on

એક યુઝરે લખ્યું – તમે કોણ છો, અનિલ કપૂરની પુત્રી હોવાથી તમારી વધુ શું પ્રસિદ્ધિ છે? અહીં કોઈ પણ આક્ષેપ કરી રહ્યું નથી. જો આપણને મુશ્કેલી થાય છે, તો પછી નેપોટિઝમવાળી ફિલ્મોથી. તમને અનિલ કપૂરને કારણે ફિલ્મો મળે છે.
જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે રવિવારે તેના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેના મૃત્યુના સમાચારથી દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. અહેવાલ છે કે તે છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો. તેણે તેની દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.