ફિલ્મી દુનિયા

દારૂ ખરીદતી છોકરીઓ પર રામગોપાલ વર્માની કમેન્ટ, આ હિરોઈને લીધી જોરદાર કલાસ

હાલ દેશમાં કોરોનાના વધતા કેસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને દેશને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે.લોકડાઉનના ત્રીજા તબક્કામાં ઓછા સંક્રમિત વિસ્તારોમાં થોડીક છૂટ મળવાની શરૂ થઇ ગઇ છે.

Image source

લોકડાઉનના ત્રીજા તબક્કામાં આલ્કોહોલ દુકાનો પણ ખૂલી જોવા મળી રહી છે. આલ્કોહોલની દુકાન ખોલતા કેટલીય જગ્યાએ લાઇનમાં મહિલાઓ પણ સામેલ છે. આ મહિલાઓ પર રામ ગોપાલ વર્માએ વિવાદાસ્પદ નિવેદન આપતા સોના મોહપાત્રાએ આડેહાથ લીધા હતા.

ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્માએ તાજેતરમાં ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો. આ તસ્વીરમાં જોઈ શકાય છે કે, તેમાં વાઇન શોપની બહાર કતારમાંલાઈનમાં પણ છોકરીઓ ઉભી છે. આ પર રામ ગોપાલ વર્માએ લખ્યું હતું કે, જુઓ દારૂની દુકાન બહાર લાગેલી લાઇનમાં કોણ ઉભું છે? આ એ જ લોકો છે જે દારૂડિયા લોકોનો જોરદાર વિરોધ કરે છે.

Image source

રામ ગોપાલ વર્માના આ નિવેદન પર ખૂબ વિવાદ થયો આ સાથે જ રામૂનો લોકોએ ખૂબ જ વિરોધ કર્યો હતો. તો બીજી તરફ બોલિવુડ સિંગર અને મહિલાઓ માટે પોતાનો અવાજ પ્રબળ કરનાર સોના મોહપાત્રાએ પણ રામૂના આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી.

સોનાએ ટ્વીટ કરીને લખ્યું – પ્રિય મિસ્ટર રામ ગોપાલ વર્મા હવે સમય આવી ગયો છે કે તમે એ લોકોની લાઇનમાં જઇ ઉભા રહી ગયા જેમને અસલી જ્ઞાનની સૌથી વધુ જરૂર છે. આ પરથી તમને ખબર પડે કે તમે જે ટ્વીટ કર્યું છે તે મહિલાઓ સાથે ભેદભાવને વધારી રહ્યું છે. સમાજના નૈતિક માપદંડોથી પણ સરોકર રાખી શકયા નહીં.

જણાવી દઇએ કે મહિલાઓને પણ પુરુષોની જેમ દારૂ ખરીદવાની અને પીવાની છૂટ છે. જણાવી દઈએ કે, 4 મેના રોજ દારૂની દુકાન ખુલતા લોકોની લાઈન લાગી હતી. કારણે દુકાન બંધ કરવાનો વારો આવ્યો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.