ખબર

માતા-પિતાએ દીકરાના અભ્યાસ માટે વેચી દીધું ઘર, દીકરો બનશે IAS અધિકારી, વાંચો તેની પ્રેરણાત્મક વાત

UPSC પરીક્ષામાં 93મો નંબર લાવનાર બિહારના પ્રદીપ સિંહ શુક્રવારે પરિણામ જાહેર થયા બાદ ઊંઘયા જ નથી. એનું કહેવું છે કે એવું લાગી રહ્યું છે કે સપનું જોઈ રહ્યો છું. ઊંઘ્યો નથી કે ક્યાંય આ સપનું તૂટી ન જાય.’

શુક્રવારે UPSCના પરિણામો જાહેર થયા, જેમાં IAS, IPS અને IFS જેવા પદો માટે પાસ થનારા 759 કેન્ડિડેટના નામ જાહેર થયા હતા. એમાંથી જ એક નામ છે 22 વર્ષીય પ્રદીપ સિંહ, જેને 93મો નંબર મેળવ્યો છે.

પ્રદીપ માટે આ સફળતા પ્રાપ્ત કરવી આસાન ન હતું, તેને અને તેના પરિવારે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. પહેલા જ પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરનાર પ્રદીપના પિતા મનોજ સિંહ મધ્યપ્રદેશના એક પેટ્રોલ પંપ પર કામ કરે છે. પ્રદીપે કહ્યું કે એ પિતાની આંખોમાં આ ખુશી જોવાના સપનાને લઈને તૈયારીઓ કરતા હતા. જણાવી દઈએ કે પ્રદીપે વર્ષ 2017માં દેવી અહિલ્યા યુનિવર્સીટીથી બીકોમ કર્યું હતું.

Image Source

રિપોર્ટ અનુસાર, પ્રદીપ જયારે પરીક્ષાની તૈયારી માટે દિલ્હી આવ્યા ત્યારે તેમના પાસે પૈસા ન હતા. એવામાં તેમના માતા-પિતાએ ઘર વેચી દીધું જથી દીકરો ભણી શકે. પોતે ભાડાના ઘરમાં હજુ પણ રહે છે. તેઓએ દીકરાના અભ્યાસ માટે બધું જ ન્યોચ્છાવર કરી દીધું. પ્રદીપનું સપનું છે કે એ પોતાની સફળતાથી માતા-પિતાના સંઘર્ષો ઓછા કરી શકે.

પ્રદીપે જણાવ્યું કે જયારે એ UPSCની પરીક્ષા આપી રહયા હતા ત્યારે તેની મમ્મીની તબિયત ખરાબ થઇ ગઈ હતી. પરંતુ પ્રદીપની પરીક્ષા પર એની અસર ન થાય એ માટે તેના પપ્પાએ આ વાત તેના સુધી પહોંચવા ન દીધી.

પ્રદીપે 10માં અને 12માં ધોરણની પરીક્ષાઓ CBSE બોર્ડથી 81 ટકા પરિણામ સાથે પાસ કરી હતી. તેને સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી માટે બીકોમ ઓનર્સ સાથે અન્ડરગ્રેડ પ્રોગ્રામ જોઈન કર્યો હતો. આ પછી એક વર્ષની તૈયારી અને પછી પહેલા જ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી લીધી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks