આપણે જાણીએ જ છીએ કે આપણા દેશના ઘણા ગામોની સરકારી શાળાઓમાં ભણતા બાળકો હજી પણ કેટલીક પાયાની સુવિધાઓથી વંચિત રહેલા છે, ત્યારે આવા બાળકોના ચહેરા પર એક સ્મિત લાવવાનું કામ કરે છે સોલક્રાફ્ટ. ત્રણ મિત્રોએ મળીને શરુ કરેલું આ સ્ટાર્ટઅપ જુના ડેનિમમાંથી બેગ, ચપ્પલ, પેન્સિલ બોક્સ જેવી વસ્તુઓ બનાવીને પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયેલા સરકારી શાળાને બાળકોમાં વહેંચે છે.

ફેશન ડિઝાઇનિંગમાં પોતાની ડિગ્રી પુરી કરીને પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત મૃણાલિનીને રાજપુરોહિતને એક દિવસ એવો વિચાર આવ્યો કે એ એવું શું કરે કે જેનાથી તેને રાતે ચેનથી ઊંઘી શકે, અને કહી શકે કે અમે સમાજને કઈંક આપ્યું છે. આ વાત મૃણાલિનીએ તેના મિત્રો અતુલ મહેતા અને નિખિલ ગેહલોતે જણાવી અને ત્રણેએ મળીને એવું સ્ટાર્ટઅપ કરવાનું વિચાર્યું કે જે ગરીબ અને જરૂરતમંદ બાળકો માટે કામ કરશે. તેમને જુના જીન્સ, ડેનિમમાંથી બાળકો માટે સ્કૂલ સામગ્રી બનાવવા વિચાર્યું અને સૌથી પહેલા જુના ડેનિમમાંથી કેટલાક બેગ્સ, ચપ્પલ, જૂત્તા અને પેન્સિલબોક્સ બનાવ્યા.

આ મિત્રોએ લોકોની મદદથી પૈસા ભેગા કરીને સરકારી સ્કૂલોમાં આ વસ્તુઓ આપવાનું શરુ કર્યું. પછી વિચાર કર્યો કે આ કામને મોટા પાયા પર લઇ જવા માટે એક સ્ટાર્ટઅપ બનાવીને કંપનીની શરૂઆત કરવામાં આવે અને આ કામને સીએસઆર દ્વારા આગળ વધારવામાં આવે. એટલે તેમને જે સ્ટાર્ટઅપ શરુ કર્યું તેનું નામ સોલક્રાફ્ટ રાખ્યું.

9 મહિનાથી વધુ સમય આ સ્ટાર્ટઅપને શરુ થયાને થઇ ગયો છે, અને અત્યાર સુધીમાં ડોનેશન અને બીજા માધ્યમો દ્વારા લગભગ 1200 બાળકોને સોલક્રાફ્ટના ઉત્પાદનો પહોંચાડવામાં આવ્યા છે. સોલક્રાફ્ટ જરૂરતમંદ બાળકો સુધી વસ્તુઓ પહોંચાડવા સિવાય લોકોને રોજગારી આપવાનું કામ પણ કર્યું છે. અત્યાર સુધીમાં 5 કારીગરો સોલક્રાફ્ટ સાથે જોડાઈને દર મહિને 20 હજાર રૂપિયા સુધી કમાય છે.

મૃણાલિની અનુસાર, ‘ગરીબ બાળકો માટે સસ્ટેનેબલ ફેશન એ તેમનું સૂત્ર છે.’ જીન્સની ખાસિયત એ હોય છે કે એ જૂનું થઇ જાય છે પણ જલ્દી ફાટતું નથી, એટલે જુના જીન્સને ઉપયોગમાં લઈને સોલક્રાફ્ટ બાળકો માટે સ્કૂલ કીટ બનાવી. આ કીટ ખાસ કરીને એ બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે કે જેઓ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત રહી ગયા છે.

સોલક્રાફ્ટની ટીમે તેમને બનાવેલી વસ્તુને જાતે વાપરીને ખાતરી પણ કરી કે આ વસ્તુઓ કેટલી ટકી શકે છે, એ પછી જ તેમને આ કીટ બાળકોમાં વહેંચી. સાથે જ તેઓ એ પ્રયાસમાં હોય છે કે તેમના દ્વારા વહેંચવામાં આવેલી વસ્તુઓની જાતે જ ખાતરી કરવા જાય અને જો તેમની આપેલી વસ્તુઓ જો ફાટી ગઈ છે કે કોઈ બીજી તકલીફ છે તો તેને બદલવાની પણ કોશિશ કરે છે.

હાલ આ સ્ટાર્ટઅપ દ્વારા જોધપુર અને આસપાસના ગામો અને સરકારી શાળાઓમાં વસ્તુઓ પુરી પાડવામાં આવે છે, પણ તેમનું સપનું છે કે એ લોકો વધુ બાળકો સુધી પહોંચી શકે. તેમનું લક્ષ્ય છે કે આવનાર 2 વર્ષોમાં તેઓ એક લાખથી વધુ બાળકો સુધી આ કીટ પહોંચે, આ એક કિતની કિંમત 399 રૂપિયા છે. અત્યાર સુધી તેમને જાતે જ આ કામ માટે રૂપિયા ભેગા કર્યા છે, પણ હવે તેમનું આ કામ સીએસઆર ફંડ દ્વારા આગળ વધશે. તેઓ આવનારા દિવસોમાં ડેનિમ કલેક્શન ડ્રાઈવ શરુ કરશે જેથી જુના-નકામા જીન્સ તેમને મળી જાય.

સોલક્રાફ્ટ હાલ પેન્સિલ બોક્સ, ચપ્પલ અને બેગ્સ જ બનાવે છે, પણ ધીરે-ધીરે ટ્રાવેલિંગ કીટ, ચશ્માના કવર, જિમ બેગ, શૂ કવર, કાર્ડ હોલ્ડર, બોટલ કવર, પાસપોર્ટ કવર, લેપટોપ બેગ, જેવી વસ્તુઓ બનાવવાનો વિચાર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.